________________
નયમાર્ગદર્શક જીવ લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખદુઃખમાં સમાન રીતે વર્તે છે. હર્ષ તથા શોક ધારણ કરતાં નથી, તે કેવી રીતે સંભવે?તે કૃપા કરી સમજાવો.
સૂરિવર શાંત સ્વરથી બેલ્યા–“ભદ્ર, અંતરાત્મા જીવન મનવૃત્તિ સારી હોય છે, તે ઉત્તમ મનવૃત્તિને લઈ સમજે છે કે,
જ્યારે કર્મ ઉદય આવે ત્યારે જીવ પોતે જ પોતાની મેળે ભેગવે છે, તેને કઈ પણ બીજું સહાય કરી શકતું નથી. જ્યારે તેને કાંઈ પણ દ્રવ્યની હાનિ-નુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પિતાના મનમાં એવો વિચાર કરે છે કે, જે દ્રવ્યાદિ વસ્તુ નષ્ટ થઈ છે, તે પરવસ્તુ છે, તેની સાથે મારે કોઈ પણ સંબંધ નથી, માટે સંબંધ તે આમ પ્રદેશમાં અવિષ્ય ભાવ સંબંધે કરી સમવેત છે. તે સંબંધ જ્ઞાનલક્ષણવાળે છે. તે માટે સંબંધ કદીપણ નષ્ટ થવાને નથી. આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ પણ શેક થતું નથી. કદિ કઈ દ્રવ્યાદિકને લાભ પ્રાપ્ત થાય તે તે સુજ્ઞ છવ પિતાના હૃદયમાં વિચારે છે કે, “આ પાલિક વસ્તુની સા. થે મારે સંબંધ થયે, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે ?” આ પ્રમાણે મનન કરનારે માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતું નથી.
નયચંદ્ર–“ભગવન, આપના કહેવાથી મારી શંકા દૂર થઈ ગઈ છે. બહિરાત્મા અને અંતરાત્માનું સ્વરૂપ મારા સમજવામાં ય થાર્થ રીતે આવ્યું છે. કેમ શ્રાવિકા, તમે પણ સમજ્યા કે ?”
સુબેધા વિનીત વચને બોલી–“સ્વામિનાથ, સૂરિવરની આ વી સરલ વાણી સાંભળી કેણ ન સમજે, તેમાં વળી તમારી જેમ હું શંકાશીલ નથી, એટલે મને સમજવામાં વધારે સુગમતા પડે છે.”
આનંદસૂરિ આનંદપૂર્વક બેલ્યા-નયચંદ્ર, હવે હું તમારી પાસે પર માત્માનું સ્વરૂપ સંક્ષેપમાં કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળે.
પિતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનાર કર્મરૂપી શત્રુઓને