________________
નયમાર્ગદર્શક અનેક દ્રવ્યને પ્રવાહ રહેલું હોય છે. તેથી તે દ્રવ્ય અને સ્વભાવી ગણાય છે. આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ, વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજે ગુણ, એક પર્યાય અને બીજે પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યને ભેદ સ્વભાવ કહેવાય છે. એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રજન, ગુણ, ગુણી વિગેરેને એક સ્વભાવ હોવાથી અભેદ વૃત્તિએ, દ્રવ્યને અભેદ સ્વભાવ પણ કહેવાય છે. એકજ દ્રવ્ય અનેક કાર્ય કારણની શકિતવાળું હેય, તે ભવિષ્ય કાળમાં પરસ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યને તે ભવ્ય સ્વભાવ છે. જે ત્રણે કાલ પરસ્વરૂપમાં મળે તે પણ પરસ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યને અભવ્ય સ્વભાવ છે. જે જે દ્રવ્યમાં સ્વલક્ષણભૂત જે જે પરિ
મિક ભાવ મુખ્ય હેય તે દ્રવ્યને પરમભાવ સ્વભાવ છે. જેમકે ‘જ્ઞાન સ્વરૂપ આત્મા.”
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સામાન્ય સ્વભાવ જાણવા ગ્ય છે. આ તેના સંક્ષિપ્ત અર્થ કહેલા છે. તેને માટે વિશેષ અર્થ પણ આગમમાં દર્શાવેલા છે, જે હું તમને કઈ પ્રસંગે કહીશ. હવે દ્રવ્યને દશ વિશેષ સ્વભાવ કહેલા છે, તેના સંક્ષિાર્થ સાંભળે, જે ચેતનાપણને વ્યવહાર પ્રવર્તે છે, તે દ્રવ્યને ચેતન સ્વભાવ છે. અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યને અચેતન સ્વભાવ છે. જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેને ધારણ કરે છે, તે તેને મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટે તે અમૂર્ત સ્વભાવ છે એકત્વ પરિ કૃતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે એક પ્રદેશ સ્વભાવ છે. વળી જે દ્રવ્યમાં ભિન્નપ્રદેશને વેગ, તેમજ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યોગ્યપણું હોય તે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ છે. દ્રવ્ય પોતાના સ્વભાવથી જુદી રીતે પણ વસે છે, તેથી તેને વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવરહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેને શુદ્ધ સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિ જનિત