________________
નયમાર્ગદર્શિક, ( ૨૫ ) નયચંદ્ર નમ્રતાથી બોલ્ય–ભગવન, આપની ઉપદેશ વાએ મારા હૃદયને નિઃશંક કર્યું છે. હવે મને ખાત્રી થઈ છે કે, દ્રવ્યના બધા સ્વભા દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કઈ એકજ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતા નથી. અને તેથી આહંતધર્મને સ્યાદ્વાદ મત સર્વ પ્રકારે વિજયી થાય છે. હવે કૃપા કરી વિશેષ ઉપદેશ આપિ કે જેથી મારા હૃદયમાં એક પણ શંકા રહેવા પામે નહીં. આનંદસૂરિ શાંત અને ગંભીર સ્વરથી બેલ્યા–ભદ્ર નયચંદ્ર, મેં તમને આત્માના ત્રણ પ્રકાર-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપે સમજાવ્યા અને તે પછી દ્રવ્ય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણ, પર્યાય અને સામાન્ય તથા વિશેષ સ્વભાવ વિષે પણ સમજૂતી આપી. હવે તમને સાતનયનું સ્વરૂપ સમજાવાની ઈચ્છા રાખું છું. એ સાતનયનું સ્વરૂપ સમજવામાં આવશે એટલે તમારા હૃદયમાંથી શંકાનું જાળ વિનષ્ટ થઈ જશે અને દરેક પદાર્થનું યથાર્થ જ્ઞાન થઈ આવશે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્થાત્ અને નય—એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અતિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાતિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે તે સારી રીતે સમજવામાં આવશે.
શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પુણ્યવત ત્રિપુટી છે. તમારે ભવિ આત્મા ધર્મના શ્રવણને અધિકારી છે. તમારું હૃદય ધર્મની પવિત્ર વાસનાથી વાસિત છે. તે તમારા હૃદયમાં જ્યારે નયનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રતિબિંબિત થશે, એટલે તમારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડશે, અને તે પ્રકાશન પ્રભાવથી તમારી શંકાઓનું અંધકાર દૂર થઈ જશે.
નય એટલે શું? શ્રાવક નયચંદ્ર, ના એ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે, “નાना स्वनावे भ्यो व्यावत्य एकस्मिन् स्वनावे वस्तुनयनं नयः "