Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ ( ૨૪ ) નયમા દશકે. જે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ ન માને તે આકાશ વિગેરે દ્રવ્યમાં પરમાણુંના સચેાગ શી રીતે ઘટી શકે? કારણકે, દેશથી તે એક વત્તી છે. જેમ ‘ ઇંદ્રનુ` કુંડલ' જોકે કુંડલ તા ઈંદ્રના કાનનું છે, પણ કાન એ ઈંદ્રના એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનુ` કુ ંડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુ વૃત્તિ આકાશની સાથે દેશથી માને તે આકાશાદિકને પ્રદેશ ઇચ્છતા નથી, તાપણુ માનવા પડશે, જો સ થી માને તે પરમાણું આકાશાદિ પ્રમાણ માનવા જોઈએ. જો બંને ન માને તેા પરમાણુ વૃત્તિ રહિત થઇ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું ચેાગ્ય છે. ને દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને તે તેને અ તથા ક્રિયાના કરનાર પણાના અભાવ અને સ્વસ્વભાવની શૂન્યતાના પ્રસ`ગ આવે. ને દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવી માને તે મેાક્ષનાજ અભાવ થઈ જાય. જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તે આત્માને કર્મને લેપ લાગેજ નહીં, અને જ્યારે એમ થાય તે પછી સ`સારની વિચિત્રતાને અભાવ થઈ જાય. ને એકાંત અશુદ્ધ સ્વભાવ માને તે કદ્ધિપણ આત્મા શુદ્ધજ થાય નહીં, અને જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને તે આત્મા કપિણુ જ્ઞાતા થાયજ નહીં. અને એકાંતે અનુપરિત સ્વભાવ માને તે આત્મા સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળા થઇ શકેજ નહીં, કારણ કે, જ્ઞાન પોતાના વિષયમાં અનુપરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાયે જણાતા પરથી નિરૂપણ થયેલા સંબધપણાને લઇને ઉપચરિત છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતી પ્રમાણે દ્રશ્યના સર્વ સ્વભાવ માનવા જોઇએ. સૂરિવરના આ વચન સાંભળી નયચ', સુમેધા અને જિજ્ઞાસુ ત્રણે અતિશય આનદવ્યાસ થઇ ગયા. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર દૂર થઈ જાય, તેમ સૂરિશ્વરની આ ઉપદેશ વાણીથી નયનચદ્રની કેટલીએક શકાઓ દૂર થતી ગઈ.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94