Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ (૪૬) નયમાર્ગદર્શક ત રહેલ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સિવાય બીજા નયના ભેદ થઈ શકતા નથી. સૂરિવર–ભદ્ર જિજ્ઞાસુ, તને ધન્યવાદ ઘટે છે. તારૂં બુદ્ધિબલ જોઈ હું ઘણાજ પ્રસન્ન થયે છું. જિજ્ઞાસુ–ભગવન, મારામાં કાંઈ પણ બુદ્ધિબલ નથી. જે કાંઈ મેં યથામતિ સાંભળ્યું છે અથવા વાંચ્યું છે, તે આપના જેવા મહાત્મા મુનિવરેને અને આ મારા પૂજ્ય માતા પિતાને પ્રતાપ છે. નયચંદ્ર–ભગવન, હવે કૃપા કરી બાકીના નયનું શુદ્ધ સ્વરૂપ સમજાવે. સૂરિવર સસ્મિત વદને બોલ્યા- હે ભવ્ય આત્માઓ, મેં તમને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક જે નયના મુલ બે ભેદ કહ્યા, તે બંને ભેદના મલીને સાત નય થાય છે. પેલા દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે. ૧ નિગમ, ૨ સંગ્રહ અને ૩ વ્યવહાર. બીજા પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે. ૧ રજુસૂત્ર, ૨ શબ્દ, ૩ સમરૂિઢ અને ૪ એવભૂત એ સવ મલીને સાત નય થાય છે. નયચંદ્ર, ભગવન, એ નયની સંખ્યા સાતથી ઓછી કે વધ તી હશે કે નહીં? ' સૂરિવર–ભદ્ર, પ્રવચન સારે દ્ધારની વૃત્તિની અંદર નયના પાંચ ભેદ, છ ભેદ અને ચાર ભેદપણ કહેલા છે. તથાપિ ઘણેભાગે સા તનયની સંખ્યા વિશેષ પ્રવૃત્ત છે. જે એક માન-મહાસત્તા, સામાન્ય તથા વિશેષ વગેરે જ્ઞાનવડે વસ્તુને માપે નહી પરિચ્છેદ કરેનહીં પણ સામાન્ય વિશેષ વગેરે અનેક રૂપથી વસ્તુને માને તે નૈગમનથ કહેવાય છે. અથવા “હું લેકમાં વસુ છું, તિર્યગલોકમાં વસુ છું” એમ જે સિદ્ધાંતમાં ઘણાં પરિચ્છેદ બતાવે તે નિગમ કહેવાય છે અને તે નિગમને વિષે જે થાય, તે નૈ. ગમનય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે એક નહીં, પણ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94