________________
( ૩૨ )
નયમાર્ગ દર્શક
મા એ પદા` જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જો કે તે આત્માની અંદર દન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિક અનંત ગુણા રહેલા છે, તથાપિ સ - ની અંદર જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે. કારણકે, ખીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદો દેખાય છે, તેથી આત્માના જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલાં છે, તે છતાં જે “ જ્ઞાનમય ። ” આત્મા એમ કહેવાય છે, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ જે જે દ્રવ્યે પરમભાવ અસાધારણ ગુણુથી દેખાતા હોય અને તેથી તેમની આલખ થતી હાય તે તેમની અ’દર પણ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનય જાણી લેવા.
હે ભદ્ર, નયચંદ્ર હવે દ્રવ્યાર્થિકનયના પાંચમા ભેદ વિષે કહ્યું, તે ધ્યાનપૂર્વક સાંભળજો તે પાંચમા ભેદ કમાપાધિક નિરપેક્ષશુદ્ધદ્ર વ્યાર્થિકનય એવા નામથી એળખાય છે. જેમ સ સ`સારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન શુદ્ધાત્મા ગણીએ-એટલે તેના સહજભાવજે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગલ કરીએ અને તેમના જે ભવપર્યાય એટ લે સાંસારિકભાવછે, તેને ગણીએ નહીં, અર્થાત તેની વિવક્ષા ન કરીયે તે કૌપાષિક નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. એ ઉપરથી એમ સમજવાનુ છે કે, ચતુશમાગંણા અનેગુરુસ્થાનવડે અશુ દ્વનય હોય છે એમ જાણવું. અને સ સ‘સારી શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ છે, એમ જાણવું,
ઉત્પાદવ્યયની ગાણતાએ અને સત્તાની મુખ્યતાએ શુદ્ધદ્રવ્યાર્થિક જેમ દ્રવ્ય નિત્ય છે, અહીં ત્રણે કાળે તેના રૂપની સત્તાવિચલિત નથી અચલછે,—આ પ્રમાણે દ્રવ્યના રૂપની સત્તા મુખ્યપણે ગ્રહણ કરવી. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પામનારા છે, તથાપિ જીવ તથા પુદ્ગલ વગેરે દ્રવ્ય સત્તા કઢિપણ ચલાયમાન થતી નથી. કહેવાના આશય એવા છે કે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનુ' ગાણપણ' કરી તેની સત્તાને મુખ્ય મનાવે તે છઠ્ઠો ઉપાદ વ્યયગાણુત્વે સત્તાગ્રાહક શુદ્રવ્યાર્થિકનય કહેવાયછે