________________
નયમાર્ગદર્શક. ( ૩૭ ) સૂરિવરના મુખથી આ વચને સાંભલી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ ગયે, અને તેણે તે મહાનુભાવને હૃદયથી ઉપકાર માન્ય.
આ વખતે બુદ્ધિમાન જિજ્ઞાસુ હૃદયમાં વિચાર કરીને બેભે– ભગવન, આપે પર્યાય શબ્દને અર્થ કહે, તે ઉપરથી મને એક વાત યાદ આવે છે કે, પયયના બીજા પણ કઈ ભેદ હોવા જોઈએ, પણ તે ભેદ કેવી રીતે હશે, તે મારા સમજવામાં નથી, તે આપ કૃપા કરી તે વિશે સમજાવે. -સૂરિવર–આનંદ પામતા બેલ્યા–“ભદ્ર, તારું કહેવું યથાર્થ છે. પર્યાયના બીજા બે ભેદ છે, જે જાણવાથી દ્રવ્યના અને નયના સ્વરૂપમાં વિશેષ પ્રકાશ પડે છે. સાંભળે, હવે હું તે વિષે સમજાવું.
સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ–એ ચાર પ્રકારે પયયના ભેદ થઈ શકે છે, એટલે ૧ સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય. ૨ સ્વભાવ ગુણ વ્યંજન પયય. ૩ વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને ૪ વિભાવ ગુણ વ્યંજન પયય, એવી રીતે તેના નામ થઈ શકે છે.
નયચંદ્ર–ભગવન, તે પર્યાયના ભેદ દાખલા આપી સમજાવે. જિજ્ઞાસુ હા, મહારાજ, તેના દાખલાની જરૂર છે, દાખલા સિવાય એ વાત બુદ્ધિમાં આવી શકે તેવી નથી.
સૂરિવર બેલ્યા હે ભવ્યાત્માઓ, તેને દાખલ છવ ઉપર પ્રવતે છે, તે ધ્યાન આપીને સાંભળે, જેમ જીવને ચરમ શરીરથી કાંઈ ક ન્યૂન સિદ્ધ પર્યાય છે, એ તેને સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે. જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે જે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય -કહેવાય છે. જીવની જે ચોરાશી લાખ મેનિના ભેદ છે, તે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે, અને જીવને મતિ વગેરે છે, તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે તેવી રીતે પુગલ ને દ્વચણુંક (બે અણું) વગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, રસથી બીજે રસ અને ગ ધંથી બીજે ગંધ ઈત્યાદિ જે પુદ્ગલના વિકાર તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યા