Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ * : ૫ : ગુરૂભાઈના પરિવારમાં પણ મુનિરાજ શ્રી આત્મારામજી (શ્રી વિજયાનંદસૂરિ) ને પરિવાર બહુ વૃદ્ધિ પામેલે છે. બીજા શુક્સાઈઓને પરિવાર અલ્પસંખ્યામાં જણાય છે. * શાસ્ત્રાભ્યાસસંબંધી વિચાર કરતાં પણ તેઓ સાહેબના અને મુનિરાજ શ્રી આત્મારામજીમહારાજના પરિવારમાં અત્યારે સારી સંખ્યામાં વિદ્વાન મુનિઓ સર્વ સિદ્ધાંતના તેમ જ અનેક ગ્રંથોના અભ્યાસી દષ્ટિગોચર થાય છે અને તેઓ શાસનને દીપાવી રહ્યા છે. આ ચરિત્ર લાપૂર્વક વાંચવાયોગ્ય છે. તેમાં પ્રસંગે પ્રસંગે લખાયેલ વર્ણન, હિતશિક્ષા, આપ્તવચને વિગેરે એ ગુરૂમહા જના મુખમાંથી નીકળેલા નીઝરણા જ છે. એમાં લેખકની ચતુરાઈ સમજવાની નથી. ગુરૂમહારાજશ્રી બુટેરાયજી મહારાજને અને મુનિરાજશ્રી મૂળચંદજી તેમજ વૃદ્ધિચંદ્રજી મહારાજને કેવા કેવા સંકટમાંથી પસાર થવું પડ્યું છે અને તેમાં તેમણે કેવી દીર્ધદષ્ટિ વાપરી છે તે આ ચરિત્ર વાંચવાથી સહેજે સમજી શકાય તેમ છે. ખરી રીતે વિચારતાં તે શ્રી સત્યવિજયજી મહારાજે ક્રિયા ઉદ્ધાર કર્યા પછી શિથિલતામાં વૃદ્ધિ અને સાધુ સંખ્યામાં હાનિ થયેલી તેને ફરીને ઉદ્ધાર મુનિમહારાજશ્રી બુટેરાયજીએ જ કરેલ છે. અત્યારે પણ સાધુ-સાધ્વીની મોટી સંખ્યા તેમના પરિવારની જ છે. આવા મહાપુરૂષોના ચરિત્રે અનુકરણ કરવાલાયક હોય છે. વ્યાધિના તીવ્ર ઉદયને વખતે કેવી રીતે સમાધિ ને શાંતિ જાળવવી એ વાત તે બંને ગુરૂભાઈના પ્રાંત વખતના-વ્યાધિ સમયના વર્તનથી અનુભવમાં આવી શકે તેમ છે. તે સાથે શ્રી સંઘને ભક્તિભાવ પણ તેને પ્રસંગે વ્યક્ત થઈ શકે છે. “મહાન પુરૂષની ભક્તિ પણ અપૂર્વ જ હેવી જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 96