Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના. આ પરમ ઉપકારી મહાપુરૂષનું ચરિત્ર અમે ૩૬ વર્ષ અગાઉ (સં. ૧૫૪ માં) પ્રગટ કરેલું હતું. તેની નકલ હાલ બીલકુલ મળી શકતી નથી તેથી તેની બીજી આવૃત્તિ કરવાની આવશ્યક્તા તે હતી જ તેવામાં સં. ૧૯૮૯ નું ચોમાસું આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરે સપરિવાર ભાવનગરમાં કરતાં તેમના પરિવારની પ્રેરણાથી તરતમાં જ આ આવૃત્તિ કરવાનું મુકરર કરી આઠ દિવસની અંદર છપાવીને તૈયાર કરેલ છે. મહારાજશ્રીને સુંદર ફેટે ખાસ નો બ્લેક કરાવીને મૂકવામાં આવેલ છે. પહેલી આવૃત્તિના લખાણમાં પ્રાય: કઈ કઈ શબ્દ કે શબ્દરચના શિવાય કશે ફેરફાર આ આવૃત્તિમાં કરવામાં આવેલ નથી. તેમાં વાપરેલ વર્તમાનકાળ પણ તેમ જ રાખેલ છે તેથી તે વાંચતી વખત તે બનાવને અથવા પહેલી આવૃત્તિ છપાયાને સમય ધ્યાનમાં રાખે. મહારાજશ્રીના ગુરૂભાઈઓમાંથી તે નાના કે મેટા કેઈ અત્યારે વિદ્યમાન નથી. તેમના મુખ્ય દશ શિષ્યના નામ વિગેરે હકીક્ત ચરિત્રમાં પ્રાંતે આપેલ છે તેમાંથી પણ માત્ર બે જ શિષ્ય મુનિ નેમવિજયજી (હાલ શ્રી વિજયનેમિસૂરિ) અને મુનિ કરવિજયજી જ વિદ્યમાન છે, પરંતુ તેમના શિષ્યપ્રશિષ્યાદિને વિસ્તાર એટલે વૃદ્ધિ પામ્યું છે કે જેની સંખ્યા સુમારે ૧૨૫ થી ૧૫૦ સુધી થવા જાય છે. તદુપરાંત તે પરિ. વારમાં અત્યારે પાંચ આચાર્ય, ત્રણ ઉપાધ્યાય મે ચાર પંન્યાસ વિદ્યમાન છે. સાધ્વીના પરિવારની સંખ્યા ગણવામાં આવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 96