Book Title: Mewadno Punruddhar Author(s): J M Kapasi, Vinod Kapashi Publisher: V K Parakashan View full book textPage 6
________________ પ્રસ્તાવના જીવન ઘટનાને આધાર અનુકરણ ઉપર વિશેષ અવલંબે છે. એ ઉપરથી પ્રાચિન જીવન–ઈતિહાસ સમાજમાં વધારે આદરણીય થતા જાય છે. આ પુણ્યભૂમિ – હિન્દુસ્થાનમાં અનેક મહાન મનુષ્યો થઈ ગયા છે એ ઈતિહાસનાં વાંચનથી સારી રીતે સમજી શકાય તેમ છે. એટલે તેમને ઈતિહાસ મનનીય થઈ શકે ને તેમાં પણ ઇતિહાસની સામાન્ય અને શુષ્ક વાત કરતાં અવનવી ઘટનાઓથી ભરેલી ઐતિહાસિક નવલકથા જનસમાજનાં હૃદય ઉપર જોઈએ તેવી અસર કરી શકે છે. આ એક જ કારણ ઉપરથી ઐતિહાસિક નવલકથાઓ લખવાને પ્રવૃત્ત થયેલો છું. આ પુસ્તકના વાંચનથી સ્વદેશ પ્રેમ, જીવદયા, શુદ્ધ પ્રેમ અને સમાજ સેવાદિ ગુણોની આવશ્યકતા મનુષ્યવર્ગના હૃદયમાં જોઈતી અસર કરશે તે મારા શ્રમનું સાર્થકય થશે. પ્રસ્તુત નવલકથા મેવાડના વીરોષ્ઠ કુલતિલક મહારાણા પ્રતાપસિંહ અને મોગલ સમ્રાટ શહેનશાહ અકબરના સમયને અનુલક્ષીને લખાયેલી છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહના વિરચિત્ત સગુણોથી તથા મેવાડના પુનરુદ્ધાર માટે તેમણે સેવેલાં દુઃખો અને પરિશ્રમથી સર્વ કઈ પરિચિત જ છે. મેવાડને પુનરુદ્ધાર કરવામાં ભામાશાએ અનેક કષ્ટ સહેવા ઉપરાંત અખૂટ ધનસંપત્તિ આપવાની ઉદારતા કરી હતી. અકબરે, જીવહિંસાની મના, કેદીઓ અને પશુપક્ષીની સ્વતંત્રતા, પ્રજાને હરકતકર્તા જયાવેરા વગેરે કરની માફી વગેરે સમાજને ઉપયોગી અનેક ફરમાને કહાડીને પ્રજાની પ્રીતિને સંપાદન કરી હતી. મારે એક વાત જણાવવી જોઈએ કે પ્રાચિન ઈતિહાસ આપણે શૃંખલાબદ્ધ મેળવી શકતા નથી. તેમ ભિન્ન ભિન્ન ઈતિહાસ લખનાર વચ્ચેના નંધમાં પણ એક જ પાત્રના અંગે કેટલાક તફાવત આવી જાય છે. તો પણ મેં આ વાર્તા લખતાં લખતાં તેમાં સંભવિત ઘટનાને વધારે વજન આપેલ છે. છતાં વાર્તાની સંકલના અને રસ પિષવામાં કવચિત ક૯૫નામિશ્ર ઘટનાઓને પણ આદર અપાયે હશે. આ ધોરણ વર્તમાન ઐતિહાસિક વાર્તા લખવામાં નિરૂપાયે સ્વીકારવાનું સામાન્ય હોવાથી સંતવ્ય ગણાશે. છેલ્લે ઐકય એ દેશ, સમાજ અને ધર્મની ઉન્નતિનું મૂળ છે તેથી આપણે જો એને દઢતાથી વળગી રહેશું તો ઉદયની આપણી જે ભાવનાઓ છે, તે સત્વર ફલિભૂત થવાને પ્રસંગ આવશે. ચુડા, જગજીવન માવજી કપાસી તા. ૧૫-૨-૧૯૨૦Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 190