Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 4
________________ એ બોલ મેવાડના મહારાણા પ્રતાપ, દાનવીર અને દેશભક્ત મંત્રી ભામાશાહ, નવયુવાન વિજય, તેની પ્રેયસી ચંપા, મોગલ સલ્તનતના શહેનશાહ અકબર, શાહજાદી આરામબેગમ, પૃથ્વીરાજ તથા આચાર્ય શ્રી હીરવિજયસૂરિ જેવા પાત્રોની આસપાસ ગૂંથાયેલી આ એક અનુપચ ઐતિહાસિક નવલકથા છે. જુલાઈ ૧૫૭૬ના હલ્દીઘાટના ઐતિહાસિક સમરાંગણની વાત સાથે આ કથાને પ્રારંભ થાય છે અને છેક અંત સુધી શૌર્ય, પ્રેમ અને ઉદારતાના તેમજ સ્વામીભક્તિ અને દેશભક્તિના ગુણગાન ગાય છે. નવલકથાને રસ પ્રારંભથી અંત સુધી જળવાઈ રહે છે અને વાંચકેના મચક્ષુ સમક્ષ તકાલિન મેવાડનું એ અનેખું ચિત્ર રજૂ કરે છે. આ નવલકથા ૧૯૨૫માં પ્રથમ પ્રસિદ્ધ થયેલી. ત્યારબાદ અનેક વર્તુળા તરફથી તેના પુનર્મુદ્રણ માટે માગણીઓ થયા કરતી હતી. આજે ૫૫-૫૬ વર્ષના લાંબા ગાળા પછી થેડા સુધારા સાથે આ નવલકથા બૃહદ ગુજરાતી જનસમાજ સમક્ષ રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે. આ નવલકથા જે સમયે લખાઈ તે સમયની ભાષાને યથાવત જાળવી રાખવા પૂરો પ્રયાસ કર્યો છે. કારણ કે અમારું માનવું છે કે આ ભાષા પણ અત્યંત સુંદર છે અને એ સમયના ગુજરાતી લેખકેની શૈલીને સારો એવો ખ્યાલ આપે છે. એટલે માત્ર કથા વસ્તુની દૃષ્ટિએ જ નહીં પરંતુ ભાષા શૈલીની દષ્ટિએ પણ આ નવલકથાનું વાંચન રસપ્રદ બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. શ્રી જગજીવનદાસ માવજી કપાશીના અન્ય પાંચ પુસ્તકે પણ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભમાં લખાયેલાં છે અને રસભરપૂર વાંચન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 190