Book Title: Mari Sindh Yatra
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 11
________________ ક૯યાણનો માર્ગ બતાવો, એ સાધુનો ધર્મ છે. એ ઉપદેશને આદર ગૃહસ્થ કરે કે ન કરે, એમાં સાધુને કંઈ લેવા દેવા નથી. ગૃહસ્થો જે કંઈ કરે, તે પિતાના કલ્યાણને માટે, નહિં કે સાધુ ઉપર ઉપકારને માટે. મમત્વ રહિત, તટસ્થ વૃત્તિથી ઉપદેશ આપનાર સાધુ તો હમેશા મસ્તજ રહે છે. જૈન સાધુઓને માટે કામ કરવાનું આ ક્ષેત્ર ઘણું સુંદર છે, વિશાળ છે. પણ આ દેશમાં કેવળ કરાચી કે હાલા–હૈદ્રાબાદને છેડી કયાંય જેની વસ્તી નથી. હાલા-હેદ્રાબાદની વસ્તી પણ લગભગ નહિં જેવી જ છે, અને તે કરાચીથી તે ૧૨૫-૨૦૦ માઈલ દુર છે. " આ સ્થાને સિવાય કયાંય ભિક્ષા માટેનાં સાધન નથી. ચારે તરફ માંસ-મચ્છીના ઢગલા નજરે પડે છે. માઈલોના માઈલો કાપીએ ત્યારે ઉતરવાનું કોઈ સ્થાન મળે. કાંટા ને કાંકરા, રેતી ને સાપ, અને પાણીને અભાવ જ્યાં ત્યાં નજરે પડે છે. આવા દેશમાં, સ્વ-પર શાસ્ત્રોના જાણ, વ્યવહાર કુશળ, કષ્ટોને સહન કરવામાં ખૂબ ખડતલ, અજનોમાં જન ધર્મની ભાવના ફેલાવવાની તેમજ માંસાહારીઓમાં અહિંસાને સંદેશ પહોંચાડવાની તમન્ના રાખનારા સાધુઓ જ વિચારી શકે છે. એવા સાધુઓએ વિચરવાની ઘણું જરુર પણ છે. આવા સાધુઓને મારું આહવાન છે-સિંધમાં પધારો અને જનધર્મની-અહિંસા ધર્મની વિજય પતાકા ફરકાવો. કરાચીન સરળ, શ્રદ્ધાળુ અને ભક્તિવાળા સંધ તમારું જરૂર સ્વાગત કરશે, ને ભક્તિ કરશે, મુનિરાજોને સિંધમાં આવવાના જુદા જુદા માર્ગ બતાવનાર નકશો આ સાથે મૌજુદ છે. ગુજરાતના રાધનપુર અને પાલનપુરથી નગરપારકર થઈને સિંધમાં આવી શકાય છે. પણ કહેવાય છે કે આ માર્ગ ઘણે રેતાળ છે. પગે ચાલનારાઓને રેતાળ પ્રદેશમાં ચાલવું જરા કઠીન તો પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 516