Book Title: Mari Sindh Yatra
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 10
________________ દષ્ટિએ જોઈએ તો પુગલની અતિમાત્રા પણ દુર થઈ, એ પણ ખરી રીતે લાભમાં જ લેખું છે. પુસ્તકનાં પ્રકરણે જેનાર જોઈ શકશે કે પ્રારંભનાં કેટલાંક પ્રકરણમાં સિંધ અને ખાસ કરીને કરાચી પહોંચવા સુધીના જુદા જુદા પ્રાન્તને પરિચય છે, સિંધનું ભૌગોલિક અને ઐતિહાસિક વર્ણન છે, તે પછીનાં પ્રકરણમાં સિંધમાં વસતી કોમો, ગુજરાતીઓ, જેનો વિગેરેને ભૂત અને વર્તમાનકાલીન ઇતિહાસ છે. પાછલાં પ્રકરણમાં કરાચીમાં કરાએલી અમારી પ્રવૃત્તિનું વર્ણન છે. પ્રવૃત્તિનું વર્ણન એટલા માટે આપવામાં આવ્યું છે કે સિંધ, કાર્ય, કર્તાઓને માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે, ગમે તે ધર્મના અને ગમે તે સમાજના કાર્યકર્તા સાધુઓને માટે લોકોની કેટલી ઉત્સુકતા છે અને સરળતા પૂર્વક લોકે કેટલે સાથ આપવાને તૈયાર છે, તે જાણી શકાય. જનસાધુ એટલે એક ત્યાગી, સંયમી અને આજાદ સાધુ. જૈન સાધુ એટલે નિઃસ્પૃહ સાધુ. એને પોતાને માટે કંઇપણ સંગ્રહવાનું કે લેવાનું ન હોય. આવા સાધુને સાધુતામાં રહીને ગમે તે પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં સંભનું સ્થાન જ નથી, એના માટે કોઈને તિરસ્કાર નથી. અહિક કોઈપણ જાતના અંગત લાભને જતા કરી, કેવળ લોકકલ્યાણને માટે પ્રવૃત્તિ કરનાર સાધુને ગમે તે નાસ્તિક પણ શિર ઝુકાવ્યા વગર નહિ રહે. અને કદાચિત ભગવાન મહાવીરના ગશાળા ને બુદ્ધના દેવદત્તની માફક કેઇ નીકળે, તે તેની તેને પરવા પણ ન હોય. સાચે સાધુ એવા એની ભાવદયા જ ચિંતવે. “જર્નવાધિકારસ્તે 'ના સિદ્ધાન્ત ઉપર રહેનારને સાથ આપનારા હજારો માઇના લાલો ” નિકળી આવે છે. સાચી સાધુતા જોઈએ. સાચો આત્મવિશ્વાસ જોઈએ. સાધુ ઉપદેશ આપવાને અધિકારી છે. ગૃહસ્થને દાન, શીયલ, તપ, ભાવ દ્વારા એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 516