Book Title: Mari Sindh Yatra Author(s): Vidyavijay Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain View full book textPage 9
________________ પછી જેલર (ડોકટર) તરફથી કંઈક છૂટ મળી, પણ સર્વથા કારાવાસ માંથી મુક્તિ તો નહિ જ. પણ જે ડી છૂટ મળી એને ઉપયોગ (ડેકટરના હિસાબે તો દુરુપયોગ) લેખન કાર્યમાં છાની છાની રીતે કરવાનું શરૂ થયું. સ્વયં હાથથી તો કંઈ લખી શકાય તેમ હતું નહિ, એટલે મારા પ્રિય શિષ્ય પં. અમૃતલાલ તારાચંદ દેસીનો ઉપયોગ લખાવવાના કામમાં કર્યો. સારા નસીબે મારા જેલનું સ્થાન જેલરોએ બદલ્યું. સિંધી કેલોનીમાં એક ભલા સિંધી ગૃહસ્થ શેઠ રાધાકિશન પારૂમલજીના બંગલામાં મને રાખવામાં આવ્યો. આ એકાન્તવાસ મારા કાર્ય માટે મને અનુકુળ થયે. જો કે એ પરિશ્રમના પરિણામે વારંવાર થતા હુમલાથી જેલરોને (ડાકટરને) જરુર આશ્ચર્ય થતું. પણ એમને કયાં ખબર હતી કે આ કેદી (રોગી) છાને છાને શું કરી રહ્યો છે? જો કે ધીરે ધીરે તો એમને ખબર પડી જ ગઈ. છ મહીના સિંધી કેલેનીમાં અને એક મહીને શેઠ છોટાલાલ ખેતશીના બંગલે શાતિ માટે રહેવાનું થયું. આ સમયના એકાન્તવાસમાં અનેકવાર હુમલાનો ભોગ થતાં થતાં પણ જે કંઈ કાર્ય થઈ શકર્યું, તેજ આ પુસ્તક અને તેજ આ પુસ્તકની જમકથા. ઘણુ વખત આપણે કહીએ છીએ કે “જે થાય છે તે સારાને માટે.” આ કથનમાં કંઈ સર્વથા અસત્યતા તો નથી જ. બિમાર ન પડયો હત તે બીજુ ચોમાસું પૂરું કરી વિહાર જરૂર કર્યો હત. સિંધ છોડયા પછી ન સિંધના ઇતિહાસ સંબંધી સામગ્રી ભેગી કરી શકત, ન મારે ઉત્સાહ રહ્યો હત, અને ન આ પુસ્તક લખી શકત. સાધુને તો નવા નવા દેશમાં નવું નવું જાણવાનું જોવાનું મળે, એટલે પાછલું પાછલું ભૂલાતું જાય અથવા ઉતરડે ચઢાવાતું જાય. એટલે મારી બિમારી આ રીતે જેમ લાભકત થઈ છે; તેમ પ્રવૃત્તિ માર્ગમાંથી નિવૃત્તિ માર્ગમાં જવા માટે અને “આત્મિક શાંતિ” લેવા માટે પણ ઉપકારી થઈ છે. પૌગલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 516