________________
થી શનિવાર, પદ્મપ્રભુથી મુનિસુવ્રતદાદાને ત્યાં જનારા જૈનો પોતાના સમ્યક્ત્વની છડેચોક લીલામી તો કરતા નથી ! જયાં-ત્યાં રઝળવાની ભટકવાની વૃત્તિજ જીવને મારક બને છે. મેં થોડા મુક્ત વિચારો દ્વારા આ મંત્રશાસ્ત્રોનો મહિમા ભવ્યજીવોને અન્ય તરફ જતા અટકાવવા તથા મિથ્યાત્વમાંથી બચાવવા કર્યો છે. જયાં સુધી પાંચમાઆરાના અંતે પૂ.આ.ભ. દુષ્પસહસૂરિજી મ. થાય ત્યાં સુધી મારો આ પ્રયત્ન વિજયવંત બનો તથા ભવ્યજીવોને બાળ-ભોળા જીવોને મિથ્યાત્વમાંથી બચાવનારો થાઓ.
સમયે-સમયે ખરા કલ્યાણમિત્ર બનીને મને સહાયક થનાર મારા મિત્ર, શુભેચ્છક એવા ભાઈ હેરતનું હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શાસનના અનેક કાર્યો વચ્ચે પણ પ્રસ્તાવના આદિ લખી આપનાર આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ.સા.નું ઋણી છું. એવં પ્રુફ રીડીંગ આદિમાં સહાયક થનાર વિદૂષી સા.ભ. નંદીયશાશ્રીજી મ.સા.નો પણ ઋણી છું.
‘જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ્''
८
Jain Education International
For Personal & Private Use Only
એજ. ભૂષણ શાહ
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org