Book Title: Mantra Sansar Saram
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 9
________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. - સંપાદકની કલમેથી... ૦ મંત્ર શાસ્ત્ર અને મંત્ર વિજ્ઞાન એ શું છે? તે જાણવામાં નાનપણથીજ રસ હતો. આગળ ચાલતા મંત્ર પરંપરા-પ્રાચિન સાહિત્યાદિના સંશોધનનો રસ જાગ્યો. પુણ્યોદયે તક પણ મળી. સામાન્ય રીતે આગમોથી અલિપ્ત એવી આ પરંપરાનો સુંદર અભ્યાસ આરંભ્યો, આ અભ્યાસ દરમ્યાન મેં સાંભળેલી સાચી ખોટી વાતોના અને જાગતા દરેક પ્રશ્નોના ખુલાસા મળ્યાં. મૂળ આગમોમાં કાર, હૂંકાર જેવી વ્યાખ્યાઓ પણ મળતી નથી તે વાતનું અંત સંશોધનથી આવ્યું. આપણા ઘણા પૂર્વાચાર્યોએ મંત્રસિદ્ધિ મેળવેલી હતી. મંત્રશાસ્ત્રોનો મહિમા ઘણોજ કહેવામાં આવ્યો છે. આપણાં સહાય માટે દેવ-દેવીઓ મંત્ર સહાયના ડાયલ કરેલા નંબરના માધ્યમથીજ પધારે છે. મંત્રમાં હીપ્નોટીઝમ, મેસ્મરીઝમ જેવી અનેકાનેક શક્તિઓ રહેલી છે તે વિવિધ પ્રકારે આજના વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે. આ શક્તિઓ આપણા માટે રક્ષાકવચ છે અને પંચમકાળમાં અતિ મહત્વની છે. હાલ અમુક વર્ગને મંત્ર આદિની વાતમાં વિશ્વાસ નથી. એક ચોક્કસ વર્ગ તો મંત્રાદિનો સખત વિરોધી છે પણ મારે પૂછવું છે કે તમો નવકારાદિ કે શંખેશ્વરના જાપ નથી કરતા? સૂરિમંત્રની પીઠીકામાં શું કરો છો? પ્રતિષ્ઠા આદિ સમયે કયા કયા દેવ-દેવીની સહાય માંગો છો? પ્રતિક્રમણમાં દરરોજ થોયો દ્વારા ભવનદેવી, ક્ષેત્રદેવતાનો કાઉસગ્ન શા માટે કરો છો? માટે શાંતચિત્તે અધ્યયન કરીને પ્રાચિન પરંપરાદિ આગળ વધારશો. કાળને જોતા મારા મનમાં આપણા સમાજ પ્રત્યે ખુબજ ભાવદયા જાગી છે. કારણકે આપણો સમાજ મંત્રશક્તિ, અધિષ્ઠાયક વગેરે ને ન સમજવાના કારણે જયાં ત્યાં ભટકી રહ્યો છે. તેમાં ઓછું હોય તેમ સોમવારથી શનિવાર સુધી સંતોષીમાંથી સાંઈબાબાના મંદિરે જઈ અજૈનોની જેમ જૈનો પણ આખડી-બાધા રાખતા થઈ ગયા છે, આના કરતા સોમવાર મનં સંસાર સારે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212