Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 12
________________ વર્તમાન યુગની માગ પૂરી કરવામાં પથદર્શક બનવામાં સફળ થશે કે નહીં તેનું પ્રમાણ વિવાદથી નહીં પણ નિર્દિષ્ટ પ્રક્રિયાઓનું શ્રદ્ધા, મેધા, ધૃતિ આદિથી અનુસરણ કરનાર સાધકની આંતર–પ્રતીતિમાંથી જ મળી શકશે. લેખકને પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર તરફથી “ કોત્સર્ગથ્થાનના વિષયમાં દીર્ઘકાળ પર્યન્ત સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. લેખકે “યોગ અને ધ્યાનના અનેક વિષયે ઉપર તેઓશ્રી સાથે પરામર્શ કર્યો છે તે પત્રવ્યવહાર રૂપે જળવાઈ રહ્યો છે અને આ ગ્રંથને પરિપૂર્ણ કરવામાં સહાયક બને છે. જેમાં અધ્યાત્મને સ્પર્શતા અનેક વિષયની ઉત્તમ ચર્ચા કરવામાં આવી છે તેવા આ પત્રવ્યવહારને અધ્યાત્મપત્રસારના નામાભિધાનથી પ્રકાશિત કરવામાં આવશે. લેખકે સ્વહસ્તે પિતાને ગુરુદેવને આ ગ્રંથના લેખેના પ્રેરક તથા સંશોધક તરીકે ઓળખાવીને તેઓશ્રીના મહાન ઉપકારને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે અને અમને પણ તેઓશ્રીના ત્રણને સ્વીકાર કરતાં હર્ષ થાય છે. તદુપરાંત આ વિષયમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચન કરનાર પ. પૂ. આચાયો શ્રીભદ્રકરસૂરિજી (શ્રીબાપજી મહારાજના), પ. પૂ. આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી તથા પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજી તથા પ. પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ આદિ સર્વ પૂજ્ય ગુરુદેવને અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પિતાને સમયનો અભાવ હોવા છતાં પણ અમારી વિનંતિને માન આપીને પ્રસ્તુત ગ્રંથ “કાન્સ ગધ્યાન” વિષે બે બોલ લખી આપવા માટે અમે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના સંકલન અને સંપાદનને આદિથી અંત સુધી જેઓએ નિષ્ઠા અને પરિશ્રમપૂર્વક ભાર વહન કર્યો છે તે શ્રી ગિરીશભાઈ શાહના રાણને સ્વીકાર કર્યા વગર અમે રહી શકતા નથી. આ ગ્રંથને વિષય ગૂઢ છે અને તેનું વિવેચન અર્થગભર અને સંક્ષિપ્ત છે એટલે તેના પઠન અને સ્વાધ્યાય માટે ભેગાદિ વિષયેની અમુક અશે જાણકારી હોવી જરૂરી છે. આ સંસ્થા દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા” અને “ગશાસ્ત્ર અઠ્ઠમ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112