Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અતિવદનાવલી
આકાશભૂષણ સૂર્ય જેવા દ્વીપતા તપ તેજથી, વળી પૂરતા દિગતને કરુણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૪
જે શરદઋતુના જળ સમા નિર્મળ મનાભાવા વડે, ઉપકાર કાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે; જેની સહનશિત સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૫
બહુ પુણ્યના જ્યાં ઉદય છે એવા વિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ છટ્ઠઅટ્ટમના પારણે; સ્વીકારતા આહાર ખેંતાલીસ દ્વેષવિહીન જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૬
ઉપવાસ માસખમણુ સમાં તપ આકરાં કરતા વિભુ, વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ; બાવીસ પરિષદ્ધને સહેતા પ્રશ્ન જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૭ બાહ્ય અત્યંતર બધા પરિગ્રહ થકી જે મુક્ત છે, વર ધર્મ પાવક શુકલ ધ્યાને જે સદાય નિમગ્ન છે; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા મહુમલ્લ વિદારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૮
જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલાકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરા પાર કા” નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૯
જે
રજત સેાના ને અનુપમ રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણનાં નવ પદ્મમાં પદ્મકમલને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર, ચાર સિંહાસને જે શેશભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૮૭
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/caeb6c0a6c2b224985ea24f37559bb2d725725cde126aecee6a994ec0882ea29.jpg)
Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112