Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 112
________________ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી. એ. જન્મ : 14-10-1894 સ્વર્ગવાસ : 7- 1-1977 બહુમુખી પ્રતિભા ધરાવતા સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીને વિરલ સુમેળ જોવા મળે છે. રંગ-રસાયણના ક્ષેત્રે તેઓ " અમર-ડાય–કેમ” જેવા વિશાળ ઔદ્યોગિક સંકુલના સંસ્થાપક તેમજ સાહિત્ય, સંસ્કૃતિ અને જનસેવાના કાર્યોમાં અગ્રણી હતા. તેઓ સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી વ્યક્તિત્ત્વવાળા કુશળ વ્યાપારી-ઉદ્યોગપતિ તથા ધર્મપ્રેમી-વિદ્વાન, સ્પષ્ટ-વકતા અને નિર્ભય-તત્ત્વચિંતક પણ હતા. તેઓના વિચારો સમન્વયાત્મક-વ્યાપક અને ઉદાર હતા તથા તેઓનું જીવન સંયમી અને આધ્યાત્િમક હતું. તેઓને મંત્ર, તંત્ર, ધ્યાન અને યોગમાં ઊંડો રસ હતો. એટલું જ નહીં પણ આ વિષયમાં રવભાવતઃ આંતરસૂઝ હતી. સ્વાધ્યાય અને તત્વચિંતન એ તેઓની પ્રવૃત્તિઓના પ્રાણ હતા ત્યારે સામાયિક, પ્રતિકમણ, ધ્યાન, કાયોત્સર્ગ આદિ ક્રિયાઓ તેઓના આચરણનું અંગ બની હતી. જ્ઞાન દ્વારા આ ક્રિયાઓને પ્રાણવાન કેવી રીતે બનાવવી એ તેઓના સંશોધન અને સાહિત્યિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર હતું. જૈન સાહિત્યના સંશોધન અને પ્રચાર માટે તેઓએ મોટી રકમ પ્રદાન કરી, “જૈન સાહિત્ય વિકાસ મંડળ”ની ઈ. સ. ૧૯૪૮માં સ્થાપના કરી અને જીવનપર્યત તેના સંવર્ધન માટે સવિશેષ કાળજી લીધી. _ આ સંસ્થા તરફથી આજસુધીમાં મંત્ર, ગ, ધ્યાન, ન્યાય અને આધ્યાત્મિક વિષયો ઉપર પ્રકાશિત થયેલા અનેક ગ્રંથમાં લેખક તરીકેની પ્રસિદ્ધિના મેહુથી દૂર રહીને તેઓએ લેખનકાર્ય દ્વારા પોતાનું આગવું યોગદાન આપ્યું છે. | પ્રસ્તુત પ્રકાશન તેઓનાં ઊંડાં ચિંતન, આત્મકુરણ અને પ્રમાણભૂત સાહિત્ય સર્જનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112