Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 98
________________ વિવરણ નિશ્ચયથી તફાવત નથી. વળી અર્હત્ નું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતાં આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વય વ્યતિરેકે (ભેદો) તે પર્યા છે. સર્વતઃ વિશુદ્ધ એવા તે ભગવાન અહમાં (અહંના સ્વરૂપને ખ્યાલ કરતાં) ત્રણે પ્રકારમય સમયને (દ્રવ્ય-ગુણ– પર્યાયમય નિજ–આત્માને) પિતાના મનવડે સમજી લે છે, તે આ પ્રમાણે – આ ચેતન આત્મા છે એ જે અન્વય તે દ્રવ્ય છે. અવયને આશ્રિત રહેલું ચેતન્ય એવું વિશેષણ તે ગુણ છે અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળપ્રમાણ હોવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય વ્યકિતરેકે તે પર્યાવે છે કે જેઓ ચિવિવર્તનની ( આત્માના પરિણમનની) ગ્રંથિઓ છે. (ગ્રંથિ=ગાંઠ). ધ્યાતા આ પ્રમાણે અનુપ્રેક્ષા કરતે ધ્યાનમાં સ્થિર થાય છે. આ પ્રકારે ગાભ્યાસ ચાલુ રાખવાથી “આલંબનગ” સિદ્ધ થાય છે. ઉપસંહાર “લેગસ–સૂત્ર, “અરિહંત-ચેઈયાણ– સૂત્ર આદિ બધાં સૂત્રોની રચના રહસ્યમય છે. તે સૂત્રો ઉપર ગગ્રંથની દૃષ્ટિએ વિચાર કરતાં જે ગૂઢાર્થો કુર્યા તે ધ રૂપે લખી–આ બધું મેં મારી અલ્પમતિ અનુસાર ઘટાવવાને પ્રયાસ કર્યો છે. આ વિષયમાં ગીતાર્થ મુનિભગવતે જ ગ્ય માર્ગદર્શન આપી શકે. પ્રસ્તુત ગ્રંથમાં મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું હોય તે સર્વને, હું અંતઃકરણપૂર્વક “મિચ્છા મિ દુઃ” દઉં છું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112