Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 103
________________ કાગધ્યાન છપન્ન દિકકુમારી તણી સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટમહીં ધારી જગત હરખાવતા; મેરુ શિખર સિંહાસને જે નાથ જગના ભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩ કુસુમાંજલીથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, ક્ષીરદધિના નહુણજળથી દેવ જેને સિંચતા વળી દેવદુભિનાર ગજવી દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪ મઘમઘ થતા ગશીર્ષ ચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દૈવી પુષ્પની માળા ગળે આપતા; કુંડલ કડાં મણિમય ચમકતા હાર મુકુટે શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૫ ને શ્રેષ્ઠ વેણુ મેરલી વણુ મૃદંગ તણે દધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીઓ સ્વર્ગની; હષે ભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૬ જયનાદ કરતા દેવતાઓ હર્ષના અતિરેકમાં, પધરામણું કરતા જનેતાના મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વસુધાને ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૭ આહાર ને નિહાર જેના છે અનેચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પશે નહીં; વધેન દુગ્ધ સમાં રુધિર ને માંસ જેના તનમહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૮ મંદાર પારિજાત સૌરભ શ્વાસને ઉશ્વાસમાં, ને છત્ર ચામર જયપતાકા સ્તંભ જવ કરપાદમાં; પૂરાં સહસ્ત્ર વિશેષ અષ્ટક લક્ષણે જ્યાં શેભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112