Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભૂમિકા
૧૫
કોઈ પણ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે, તેને શલ્ય કહે છે. જે પાપ નિંદ્યુ કે આલાગ્યું હોય છતાં તેને અવચેતનમાં પકડી રાખનાર માયા, નિદાન અને મિથ્યાત્વ હયાત હોય તો તે ત્યાં પકડાયેલું રહે છે. આ માયા વગેરેને શલ્ય કહે છે. તે શલ્યથી રહિત તે વિશલ્ય, વિશલ્યને કરનારી ક્રિયા તે વિશલ્યીકરણ.
નિંદા, ગાઁ કે પૂણ પર્યાલાચના કર્યા વિનાના કોઈ દોષ જ્યારે વારંવાર કરવામાં આવે છે, ત્યારે તે અવચેતન મનમાં ઉતરી જાય છે અને તે સતત કલેશ આપે છતાં ખટકતા ન હોય તેવી રીતે ત્યાં સ્થિર થાય છે. તેનું ત્યાંથી ઉત્થાપન કરવું હોય તે ગુરુ ઉપાસના, વિષયસુખભ્રમનિરાસ (વિષયમાં સુખ છે તેવી દૃઢ ભ્રમણના નાશ), આત્માભ્યાસરિત, યોગસ લીનતા, ઉદાસીનભાવ આદિ દ્વારા અંતે અમનસ્કદશામાં ગયા વિના કરી શકાય નહીં.
આ વિષયમાં કેટલાક શ્ર્લોક આલેખ્યા પછી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમના વિખ્યાત ગ્રન્થ યોગશાસ્ત્રના ખારમા પ્રકાશમાં એક શ્લોકથી આ પ્રમાણે જણાવે છેઃ-
शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् | अमनस्कतां विनाऽन्यद्विशल्यकरणौषधं नास्ति ॥ ३९ ॥
ભાવા:-જે શક્ય અંતઃકરણમાં-અવચેતન મનમાં ઉત્તરી ગયું હાય અને જે નિરંતર ફ્લેશ આપ્યા કરતું હાય તેનું ત્યાંથી ઉન્મૂલન કરવું હોય તે! અમનસ્કતા (ઉન્મનીભાવ) સિવાય ખીજું કાંઈ ઔષધ
નથી.
‘લોગસ્સ’- સૂત્રની સાતમી ગાથામાં આલંબન રહેતું નથી, જ્યારે આત્માનું પરમાત્મા સાથે ઐક્ય હોય છે ત્યારે મન અમનસ્કભાવમાં હોય છે; આવું વાર વાર થાય એટલે શલ્યનું નિવારણ થાય છે.
વિરાીયરળ-પ્રક્રિયાનો પ્રયોગ લોગસ્સ’–સૂત્રની સાતમી ગાથા દ્વારા કરી શકાય; સારાંશ એ છે કે પ્રાયશ્ચિત્તકરણ, વિશેાધીકરણ અને વિશલ્યીકરણ-આ ત્રણેય પ્રક્રિયાઓના પ્રયાગ લોગસ્સ’-સૂત્રમાં અનુક્રમે પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથા દ્વારા કરી શકાય છે. તેથી તે ગાથાના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112