Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 57
________________ કાસગંધ્યાન કેવલજ્ઞાનની પહેલાં પ્રગટ થવાને કારણે બન્નેની મધ્યદશારૂપ છે, જેનું બીજું નામ “અનુભવ” છે, તેને જ “ઋતંમા પ્રા” સમજવી જોઈએ.” (હિન્દી અનુવાદ). અહીં અલક્ષ્યને સાધવા માટે સાધકે લયનું અવલંબન લેવું તે સાલંબન ધ્યાન છે. આલંબન વડે ધ્યેયમાં ઉપગની એકતા સધાય છે. અહીં સાધકની બુદ્ધિ અત્યંત સ્વચ્છ કે નિર્મલ હોય છે, તેથી તેને જિનેશ્વરના ગુણ અને રૂપાદિકને સમ્યક પ્રતિભાસ (સાચું અનુભવપૂર્વક પૂર્ણજ્ઞાન) થાય છે. સમાવિનં-(૨) ભાવસમાધિ જે ‘બીજા અપૂર્વકરણ પછીનું ઉચકેટિનું સમાધાન છે. પાતંજલ યોગ પરિભાષા અનુસાર આને પ્રજ્ઞાક કહી શકાય. આ ધ્યાન-સમાધિ નથી પણ જ્ઞાન-સમાધિ છે. તે વૃત્તિ નથી પણ સ્થિતિ છે. તે અખંડ, નિશ્ચળ અને સહજ એટલે કે સ્વભાવગત થાય ત્યારે ઉત્તમ કહેવાય. આ સ્થિતપ્રજ્ઞ દશા છે. તે સવિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાનું બીજું સોપાન છે. તેમાં બુદ્ધિનાં સઘળાં આવરણો દૂર થયેલ હેવાથી તે બ્રહ્મજ્ઞાનને સાક્ષાત્કાર કરાવે છે. અહીં સાધકની બુદ્ધિ પ્રચંડ પ્રકાશવાળી હોય છે. ઉત્તમ-(૩) ઉત્તમ સમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ. આ પ્રાતિજ્ઞાન છે અથવા કેવળજ્ઞાનનું પુરેગામી જ્ઞાન છે. પાતંજલ યેગપરિભાષા અનુસાર ભાવસમાધિ તે પ્રજ્ઞાલક અને તેની ઉત્કૃષ્ટતાને “રાતવાહિતા” કહી શકાય. ચિત્તના નિષેધ સંસ્કારથી સાધકની ગતિ શાન્તપ્રવાહવાળી થાય છે અથવા ઉપાધ્યાયજીના કથન અનુસાર નિરાલંબન યે તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત છે. તે સવિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાનું ત્રીજુ સંપાન છે અને તેમાં મનોવૃત્તિ શૂન્યપ્રાય હેાય છે. અહીં સાધકનું મન બ્રહ્માકારની સ્થિતિમાં હોય છે. અહીં સમના શક્તિને તેમને કુંડલિની શકિતને સાક્ષાત્કાર હોય છે. (જુઓઃ પરિશિષ્ટ-૩). + સમના સમાધિ સઘળી ઉપાધિઓથી અતીત છે એટલે તેને અલક્ષ્ય પણ કહે છે. ત્યાં ઈન્દ્રિય કે મનને કેઈ વ્યાપાર હોતો નથી. * શ્રીવિનયચંદ્રસૂરિ વિરચિત “કાવ્યશિક્ષામાં કુંડલિનીને નિર્દેશ આ રીતે પ્રાપ્ત થાય છે: Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112