________________
વિવેચન : ભાગ-૧
બાકીના ગુણસ્થાનકમાં આયુષ્યનો બંધ હોતો નથી નરક આયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૩
નારકીમાં રહેલા જીવોને પોતાનું આયુષ્ય છ મહિના જેટલું બાકી રહે ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી પરભવનું આયુષ્ય બંધાય છે જ્યાં સુધી પરભવનું આયુષ્ય ન બંધાય ત્યાં સુધી એક નરક આયુષ્યની સત્તા હોય છે.
આયુષ્ય બાંધતા અને આયુષ્ય બંધકાળ પછી બે આયુષ્યની સત્તા હોય છે. નરક આયુષ્ય તથા તિર્યંચ અથવા મનુષ્ય આયુષ્ય (૧) અબંધ, નરકે આયુષ્યનો ઉદય, નરક આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે.
(૨) તિર્યંચ આયુષ્યનો બંધ, નરક આયુષ્યનો ઉદય, નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે.
-
(૩) મનુષ્ય આયુષ્યનો બંધ-નરક આયુષ્યનો ઉદય-નરક-મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો ૧ ૨ અને૪ ત્રણ ગુણસ્થાનકમાં જ હોય છે. (૪) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં જ હોય છે.
(૫) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - મનુષ્ય - આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
૭ મી નારકીમાં રહેલા જીવોને તિર્યંચ આયુષ્ય બંધાતુ હોવાથી ત્રણ સંવેધ ભાંગા હોય છે.
(૧) અબંધ, - નરક આયુષ્યનો ઉદય - નરક આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે
(૨) તિર્યંચ આયુષ્યનો બંધ - નરક આયુષ્યનો ઉદય - નરકતિર્યંચ આયુષ્યની સત્તા. આ ભાંગો પહેલા ગુણસ્થાનકે જ હોય છે
(૩) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે
તિર્યંચ આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન તિર્યંચ આયુષ્યનો બંધ પહેલા અનેબીજા બે ગુણસ્થાનકે હોય છે તિર્યંચ આયુષ્યનો ઉદય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે તિર્યંચ આયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે આ ગતિવાળા જીવો ચારેઆયુષ્યનો બંધ કરે છે