________________
૧૨
કર્મગ્રંથ-દ
૧ પ્રકૃતિ એકસાથે ઉદયમાં હોય છે.
શાતાવેદનીયનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. અંશાતાવેદનીયનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીયની બંને પ્રકૃતિનો ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીય કર્મની ૨ પ્રકૃતિની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી હોય છે.
વેદનીય કોઈપણ ૧ પ્રકૃતિની સત્તા ૧૪મા ના અંત સમયે જ હોય છે (૧) અશાતાનો બંધ - અશાતાનો ઉદય બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) શાતાવેદનીયનો બંધ - અશાતાનો ઉદય - બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. (૩) અશાતાનો બંધ - શાતાનો ઉદય - બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૬ ગુણ સ્થાનક સુધી હોય છે. (૪) શાતાવેદનીયનો બંધ - શાતાનો ઉદય - બન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
૧
૧
(૫) અબંધ - અશાતાનો ઉદય - બન્નેની સત્તા
આ ભાંગો ૧૪મા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી હોય છે. (૬) અબંધ - શાતાનો ઉદય - બંન્નેની સત્તા
આ ભાંગો પણ ૧૪મા ગુણસ્થાનકે જ ઉપાત્ત્વ સમય સુધી હોય છે. (૭) અબંધ - અશાતાનો ઉદય - અશાતાની સત્તા (૮) અબંધ શાતાનો ઉદય, - શાતાની સત્તા
આ બે ભાંગા ૧૪મા ગુણસ્થાકના અંત સમયે જ હોય છે. આયુષ્યકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન નરકગતિના ૫ સંવેધ ભાંગાઓનું વર્ણન નરકગતિમાં રહેલા જીવોને નિયમા સંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બંધાય છે
તિર્યંચ આયુષ્યનો બંધ ૧ થી ૬ નારકીના જીવો પહેલા અને બીજા ગુણસ્થાનકે બાંધે છે.
મનુષ્ય આયુષ્યનો બંધ ૧ થી ૬ નારકીના જીવો ૧- ૨-૪ ગુણસ્થાનકે બાંધે છે. ૭મી નારકીના જીવો પહેલા ગુણ સ્થાનકે જ તિર્યંચ આયુષ્ય બાંધે છે.
જ