________________
કર્મગ્રંથ-૬
ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. તે અબંધ - પાંચનો ઉદય - છની સત્તા આ ભાંગો મતાંતરે બારમા ગુણસ્થાનકના વિચરમ સમય સુધી વર્તતા જીવોને જ હોય છે.
આ રીતે કુલ દર્શનાવરણીય કર્મના ૧૧ અથવા ૧૩ સંવેધભાંગા થાય છે. પાંચ નિદ્રાને આશ્રયીને ભાંગ કરવામાં આવે તો પચ્ચીશ ભાંગા થાય છે.
પહેલા ભાંગાનો ૧ ભાગો, બીજા ભાંગામાં પાંચ નિદ્રાને આશ્રયીને પાંચ ભાંગા, ત્રીજા ભાંગાનો એક ભાગો, ચોથા ભાંગામાં પાંચ નિદ્રાને આશ્રયીને પાંચભાંગા, પાંચમા ભાંગાનો એક ભાગો, છઠ્ઠા ભાંગાના બે નિદ્રાને આશ્રયીને બે ભાંગા ( ૯મા ભાંગાના બે નિદ્રાને આશ્રયીને બે ભાંગા. આઠ - દશ અને અગ્યાર આ ત્રણે ભાંગાનો એક એક ભાંગો હોય છે.
મતાંતરે જે બે ભાંગા કહેલા છે. તે દરેકમાં બે નિદ્રાના બબ્બે ભાંગા ગણતાચાર ભાંગા થાય છે. આ રીતે કુલ ૧+૫+૧+૫+૧+૨+૧+૧+૨ +૧+૧ મતાંતરે +૨+૨= ૨૫ ભાંગા થાય છે. આ વેદનીય કર્મ-આયુષ્ય કર્મ અને ગોત્ર કર્મના સંવેધભાંગા ઓછા હોવાથી તેને પહેલા કહીશું ત્યારબાદ મોહનીય કર્મ કહીશું I૯-૧૦ ગોઅંમિ સત્ત ભંગા
અટ્ટ ય ભંગા હવંતિ વેઅણિએ પણ નવ નવ પણ ભંગા
આઉ ચઉકકવિ કમસોઉં //૧૧/l ભાવાર્થ - ગોત્રકર્મના સંવેધભાંગા ૭ હોય છે. વેદનીયકર્મના સંવે ભાંગા ૮ હોય છે. આયુષ્યકર્મના સંવેધભાંગા અનુક્રમે નારકીના ૫, તિર્યચના ૯, મનુષ્યના ૯ અને દેવતાના ૫ હોય છે. ૧૧૫
વિશેષાર્થ - ગોત્રકર્મના સંવેધભાંગાઓનું વર્ણન
ગોત્રકર્મની ૨ પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી એકસાથે કોઈપણ એક પ્રકૃતિ બંધાય છે.
નીચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે બંધાય છે ઉચ્ચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે નીચ ગોત્રની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.