________________
કર્મગ્રંથ-૬
૧૮૩. ઉદય ઉદીરણામાં સાથે વિચ્છેદ પામે એવી પ્રવૃતિઓ કેટલી હોય છે?
૮૧ હોય મોહનીય-રર, નામ-૫૮, ગોત્ર-૧ = ૮૧, મોહનીય-રર, મિશ્રમોહનીય, અનંતાનુબંધિ આદિ-૧૫, હાસ્યાદિ-૬. નામ-૫૮, પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૪, સ્થાવર-૧૦ = ૫૮. પિંડપ્રકૃતિ-૩૭, નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ-૪જાતિ, ૫-શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ ર-વિહાયોગતિ, ૪-આનુપૂર્વી. પ્રત્યેક-૭, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત.
ત્રણ-૪, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. ૧૮૪. મિશ્રમોહનીયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકે હોય? ઉ ત્રીજા ગુણસ્થાનકે સાથે વિચ્છેદ હોય છે. ૧૮૫. અનંતાનુબંધિ ચાર કષાયની ઉદય, ઉદીરણા સાથે કેટલા ગુણસ્થાનકમાં
વિચ્છેદ પામે? ઉ બે ગુણસ્થાનકને વિષે સાથે હોય. ૧૮૬. અપ્રત્યાખ્યાનય ચાર કષાયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં
સાથે હોય?
ચાર ગુણસ્થાનકને વિષે સાથે હોય ૧૮૭. પ્રત્યાખ્યાનીય ચાર કષાયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં
સાથે હોય?
પાંચમા ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૮૮. સંજવલન ત્રણ કષાયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનક સુધી
હોય? ઉ નવમા ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૮૯. હાસ્યાદિ ૬ કેટલા ગુણસ્થાનક સુધી સાથે હોય? ઉ આઠમા ગુણસ્થાનક સુધી ઉદય, ઉદીરણા સાથે હોય છે. ૧૯૦. દેવગતિ, નરકગતિની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય?