________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
તિગાઈ (ટીગાઈ) નિઅમિઆણં
એગૂણા હોઈ નઉઈઓ ૯૧ ભાવાર્થ: દુઃખે જાણી શકાય એવા સૂક્ષ્મ બુધ્ધિએ ગમ્ય, યથાસ્થિત અર્થવાળા
આનંદકારી બહુભાંગા છે જેને વિષે એવા દ્રષ્ટિવાદ સૂત્ર થકી બંધઉદય અને સત્તાના વિશેષ અર્થો જાણવા આટલા અલ્પ ઋતવાળા એવા મેં જ્યાં જે અપૂર્ણઅર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુશ્રુતો તે તે અર્થો મેળવીને સારી રીતે પ્રતિપાદનકરે ૯oll ચન્દ્રમહત્તરાચાર્યને અનુસરવાવાળી સીત્તેર ગાથાઓ વડે કરીને આ ગ્રંથની રચના કરાયેલી છે ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં
નેવ્યાસી (૮૯) ગાથાનો આ ગ્રંથ થાય છે. ૯ના સમાપ્ત ૪૧૩. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ શેમાંથી જાણવું? ઉ | વિશેષજાણવાની ઈચ્છાવાળા જીવોને આચાર્ય ભગવંત કહી રહેલ છે
કે દુઃખે કરીને જાણી શકાય તેવા ગંભીર અર્થવાળા, સૂક્ષ્મ બુધ્ધિથી જાણી શકાય તેવા અર્થ જાણવામાં કુશળ, પંડિત જનોને આલ્હાદકારી, ઘણાં ભાંગા છે એવું જે દૃષ્ટિવાદ નામનું બારણું અંગ તેમાંથી અત્રે જે
અર્થ કહેલા ન હોય તે વિસ્તારથી તેમાંથી જાણી લેવા. ૪૧૪. ચન્દ્રમહત્તરાચાર્ય પોતાની લઘુતા શી રીતે જણાવે છે?
અલ્પશાસ્ત્રના જાણ એવા મેં જે આ ગ્રંથ રચ્યો છે તેમાં મારા અપરિપૂર્ણ કહેવા રૂપ અપરાધને ખમીને બહુ શ્રતોએ તે અર્થ પરીપૂર્ણ કરીને
વિચારવો. ૪૧૫. તે પરિપૂર્ણ અર્થ કોની પાસે કહેવો?
શિષ્ય પ્રશિષ્ય શ્રાવક આદિ સમુદાયને વિષે અર્થાત જે આ જાણવા
માટે અર્થી હોય તેઓની પાસે કહેવો. ૪૧૬. આ સપ્તતિકા ગ્રંથ કેટલી ગાથાઓનો કરેલો છે? ઉ આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રમહત્તરાચાર્યજી એ આ સપ્તતિકા ગ્રંથ
સિત્તર(૭૦) ગાથાઓનો બનાવેલો છે. ૪૧૭. આ ગ્રંથનું નામ સપ્તતિકા શાથી પાડયું? ઉ તેની મૂલ ૭૦ ગાથા હોવાથી સતતિકા નામ પડેલું છે.