________________
કર્મગ્રંથ-૬
૪૧૮. હાલ એકાણું ગાથા સાથી છે? કોને કરેલી છે? શાથી?
ટીકાકાર મહર્ષિએ આ ગ્રંથ ભણવામાં કઠીન જાણીને ગ્રંથ કર્તાની આજ્ઞા મુજબ જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં ભાષ્યની ગાથાઓ ઉમેરીને સુલભ બનાવ્યો છે. માટે તેની ૮૯ ગાથાઓ થાય છે તથા બે ગાથા પ્રક્ષેપ હોવાથી કુલ ગાથાઓ એકાણું (૯૧) થાય છે. આ રીતે સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી સમાપ્ત સંવત ૨૦૪૯ પોષ સુદ ૫ તા. ૨૯-૧૨-૧૯૯૨ મુંબાપુરી નગરે શ્રી ઈરલા જૈન નગીનદાસ કરમચંદ ઉપાશ્રય મધ્યે શ્રી સીમંધર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથ સ્વામીની છત્ર છાયામાં પરમારાથ્યપાદ પરમ ગુરૂદેવશ્રીની અસીમ કૃપા તથા દિવ્યકૃપાથી પૂર્ણ કરેલ છે.
સાંજના ૪.૩૦ કલાકે
શુભ ભવતુ કલ્યાણં ભવતુ છટ્ટા કર્મગ્રંથના કુલ ૫૭૦૯ પ્રશ્નો થયેલ છે.