________________
૨૬
કર્મગ્રંથ-૬
૧૫૭. સંજ્વલન ક્રોધ ઉપશાંત કયારે થાય? ઉ સમય ન્યૂન બે આવલિકા કાળે સંજ્વલન ક્રોધ ઉપશમ પામે છે. ૧૫૮. સંજ્વલન ક્રોધનો ઉપશમ થતાં કેટલી પ્રકૃતિ ઉપશમ ગણાય?
૧૯, પ્રકૃતિઓ ઉપશમિત ગણાય છે. (દર્શન મોહનીય-૩, અનંતા૪, નપુસંકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, અપ્રત્યાખ્યાનીય,
પ્રત્યાખ્યાનીય ક્રોધ અને સંજ્વલન ક્રોધ) ૧૫૯. સંજ્વલન ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે શું કાર્ય થાય? ઉ બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય તે પછી સંજ્વલન માનની બીજી
સ્થિતિ સંબંધી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે છે અને વેદ છે. ૧૬૦. સંજ્વલન માનની પ્રથમ સ્થિતિનું વેદન કઈ રીતે હોય?
પહેલા સમયે વેદના થોડું હોય, તેનાથી બીજા સમયે વેદના અસંખ્યગુણ હોય, તેનાથી ત્રીજા સમયે વેદના અસંખ્ય ગુણ હોય એમ ક્રમસર
અસંખ્યગુણ અસંખ્યગુણ પ્રથમ સ્થિતિના છેલ્લા સમય સુધી નાંખે છે. ૧૬૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનની ઉપશમના કયારથી થાય?
પહેલી સ્થિતિના પહેલા સમયથી જ અપ્રત્યાખ્યાનીય માનના દલિકને
ઉપશમાવવા માંડે છે. ૧૬૨. સંજ્વલનમાન નો કેટલો કાળ બાકી રહે ત્યારે ક્યા દલિકો શેમાં ન
નાખે? અને શેમાં નાખે? ઉ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન ૩ આવલિકા બાકી
રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનનુ દલિક સંજવલન
માનમાં ન નાંખે પણ સંજવલન માયાદિમાં નાંખે છે. ૧૬૩. સંજ્વલન માનની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે શું કાર્ય થાય? ઉ આગાલ વિચ્છેદ થાય છે. ૧૬૪. સંજ્વલન માનની એક આવલિકા બાકી રહે ત્યારે શું કાર્ય થાય?
સંજ્વલન માનનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે અને તે વખતે જ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય છે. તથા તે વખતે સંજ્વલન માનની પ્રથમ સ્થિતિની એક આવલિકા ને સમય