Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 136
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૫૫ - જ્ઞાનાવરણીયાદિ, ૧૬ પ્રકૃતિના સ્થિતિઘાતાદિ વિરામ પામે છે બાકીની પ્રકૃતિનાં સ્થિતિઘાતાદિ ચાલુ હોય છે. ૩૬૯. જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિઓનું વેદન કયાં સુધી હોય? જ્ઞાનાવરણીયાદિ, ૧૬ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે છે. ૩૭૦. અનંતર સમયે શું વિચ્છેદ થાય? ઉ અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ થાય છે. ૩૭૧. છેલ્લી આવલિકા માત્ર શી રીતે હોય? ઉ છેલ્લી આવલિકા માત્ર ઉદય રૂપે જ હોય છે. ૩૭ર. છેલ્લો એક સમય બાકી રહે ત્યારે શું વિચ્છેદ પામે? ઉ છેલ્લો એક સમય બાકી રહે ત્યારે અર્થાત્ તે પહેલા નિદ્રાણ્વિક ઉદય સત્તામાંથી વિચ્છેદ પામે છે. ૩૭૩. છેલ્લા સમયે શું કાર્ય હોય? શું વિચ્છેદ પામે? ઉ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, આ ૧૪ પ્રકૃતિઓનો માત્ર ઉદય જ હોય છે અને તે છેલ્લા સમયે ચૌદ પ્રકૃતિનો ઉદય અને સત્તામાંથી વિચ્છેદ થાય છે. ૩૭૪. ચૌદ પ્રકૃતિનો અંત થતાં જીવ શું પ્રાપ્ત કરે ? અને તે વખતે કર્યું ગુણસ્થાનક કહેવાય? ઉ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે તે વખતે તેરમુ સયોગી કેવલી ગુણસ્થાનક કહેવાય છે. ૩૭૫. તેરમા ગુણસ્થાનકનો કાળ કેટલો હોય? જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ થી ૯ વર્ષ જૂના પૂર્વ ક્રોડ વરસ નો કાળ હોય છે. ૩૭૬. છ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભગવંતો શું કાર્ય કરે ? છ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભંગવનો અવશ્ય કેવલી સમુઠ્ઠાત કરે છે. ૩૭૭. ઓછા આયુષ્ય વાળા જીવો શું કરે? ઉ

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144