________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
સિબુક સંક્રમવડે સંક્રમાવે છે. ૩પર. પહેલી બીજી કિટ્ટીગત આવલિકાના દલિકોને શું કરે? ઉ પહેલી બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની
અંતરગત સંક્રમાવીને વેદે છે. ૩૫૩. સૂક્ષ્મ કિટ્ટી આદિનું દલિક કયાં સુધી ખપાવે ?
લોભની સૂક્ષ્મ કિટ્ટીઓને વેદનારો સૂક્ષ્મ સંપરાય વર્તી જીવ સૂક્ષ્મ કિટ્ટીનું દલિક અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક સમયે સમયે સ્થિતિઘાતાદિ વડે સૂક્ષ્મ સંપરાયના સંખ્યાતા ભાગ જાય અને
એક ભાગ બાકી રહે ત્યાં સુધી ખપાવે છે. ૩૫૪. સંખ્યાતા ભાગમાં શું કાર્ય કરે?
બાકી રહેલ સંખ્યાતા ભાગમાં સંજવલન લોભને સર્વ અપવર્તના વડે
ઘટાડીને સ્થિતિઘાતાદિનો નાશ કરે. ' ૩૫૫. સૂમ સંપરાય ગુણસ્થાનકનો હજી કાળ કેટલો હોય? ઉ હજી એક અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ બાકી હોય છે. ૩૫૬. મોહનીય કર્મ સિવાય બાકીના કર્મોનું શું કાર્ય હોય? ઉ મોહનીય કર્મ સિવાય બાકીના કર્મના પણ સ્થિતિઘાતાદિ હોય છે. ૩૫૭. લોભની ઉદય-ઉદીરણા કયાં સુધી વે? ઉ સમયાધિક એક આવલિકા માત્ર કાળ બાકી રહે ત્યાં સુધી લોભની
ઉદય-ઉદીરણા હોય છે. ૩૫૮. ઉદીરણાનો વિચ્છેદ કયારે થાય? ઉ અનંતર સમયે લોભની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે ઉદીરણા
* વિચ્છેદ થાય છે. ૩૫૯. એક આવલિકા જેટલા દલિકો શી રીતે ભોગવાય? ઉ લોભના એક આવલિકા જેટલા દલિકો માત્ર ઉદય વડે જ ભોગવાય
છે અને તે છેલ્લા સમય સુધી વેદાય છે. ૩૬૦. સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે શું કાર્ય થાય? ઉ સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪,