Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ પર કર્મગ્રંથ-૬ ૩૪૩. આવી સ્થિતિમાં જીવ કઈ સ્થિતિમાં હોય? પ્રથમ સ્થિતિગત લોભના દલિકોને એક અંતર્મુહૂર્ત વેદતો સંજ્વલન માયાના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલિકને સમય ન્યૂન બે આવલિકા કાળે ગુણ સંક્રમવડે સંજ્વલન લોભમાં સંક્રમાવે છે ત્યારે લોભનું પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદાતું સમયાધિક આવલિકા માત્ર બાકી રહે છે. ૩૪૪. અનંતર સમયે શું કાર્ય થાય? ઉ ત્યાર પછી અનંતર સમયે લોભની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. ૩૪૫. કેટલા કાળ સુધી વેદે? ઉ એક અંતર્મુહૂર્ત પર્યત તે વેદાય છે. ૩૪૬. અનંતર સમયે શું કાર્ય કરે ? ત્રીજી કિટ્ટીનું દલિક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી સૂક્ષ્મ કિટ્ટીઓ કરે છે. ૩૪૭. સૂક્ષ્મ કિટ્ટીઓ થતાં શું થાય? ઉ તેજ સમયે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થાય તથા બાદરલોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩૪૮. ઉદય-ઉદીરણા વિચ્છેદ થતાં કયું ગુણસ્થાનક સમાપ્ત થાય? ઉ બાદરલોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થતાં નવમા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. અનંતર સમયે જીવ શું કાર્ય કરે? તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સૂમ કિટ્ટીકૃત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને વેદે છે. ૩૫૦. તે વખતે જીવને કયું ગુણસ્થાનક હોય? ઉ તે વખતે જીવ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ગણાય છે. ૩૫૧. ત્રીજી કિટ્ટીના બાકી રહેલા દલિકોને શું કરે? ઉં ત્રીજી કિટ્ટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે ૩૪૯. ઉ

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144