________________
૫૪
કર્મગ્રંથ-૬
૩૬૧.
૩૬૨.
૩૬૩.
અંતરાય-૫, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર આ ૧૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે.
બંધ વિચ્છેદ સમયે મોહનીય કર્મનું શું વિચ્છેદ થાય? ઉ જ્ઞાનાવરણીયાદિ-૧૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થતાં મોહનીય કર્મનો
ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય છે.
મોહનીયના ઉદય સત્તાનો વિચ્છેદ થતાં શું બને? ઉ મોહનીયના ઉદય સત્તાનો વિચ્છેદ થતાની સાથે જ દશમા સૂક્ષ્મ
સંપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થાય છે. દશમાં ગુણસ્થાનકનો વિચ્છેદ થતાં જીવ શું પ્રાપ્ત કરે ? અને કયા ગુણસ્થાનકે હોય? સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થતાં બારમા ગુણસ્થાનકને
પ્રાપ્ત કરે તે જ વખતે ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે. ૩૬૪. બારમાં ગુણસ્થાનકમાં જીવ શું કાર્ય કરે ? ઉ જ્ઞાનાવરણીય આદિ છ કર્મનો સ્થિતિઘાતાદિ સંખ્યાતા ભાગ સુધી
કરે છે. બારમા ગુણસ્થાનકનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શું કાર્ય કરે ? એક સંખ્યાતમા ભાગમાં જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ અને નિદ્રાથ્વિક આ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સર્વ અપવર્તના
કરણ વડે નાશ કરે છે. ૩૬૬. નાશ કરતા કરતા કોના સરખી સ્થિતિ કરે?
જ્ઞાનાવરણીય આદિ ૧૪ પ્રકૃતિની સ્થિતિનો નાશ કરતા કરતા બારમા ગુણસ્થાનકના કાળ સરખી કરે છે જ્યારે નિદ્રાથ્વિકની સ્થિતિ એક
સમય ન્યૂન જેટલી કરે છે. ૩૬૭. ક્ષીણમોહ કષાય ગુણસ્થાનકનો કેટલો કાળ બાકી હોય? ઉ એક અંતર્મુહૂર્તનો હજી કાળ હોય છે. ૩૬૮. એ અંતર્મુહૂર્ત કાળમાં શું કાર્ય થાય?
૩૬૫.