________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૨૭
ન્યૂન બે આવલિકાનું બાંધેલ ઉપરની સ્થિતિનું દલિક વર્જીને બાકીનું
સંઘળું ઉપશાંત થાય છે. ૧૫. પ્રથમ સ્થિતિના દલિકને શેમાં નાંખે છે? શેના દ્વારા? ઉ પ્રથમ સ્તિથિગત એક આવલિકાના દલિકને સ્ટિબુક સંક્રમવડે
સંજ્વલન માયામાં નાંખે છે. ૧૬૬. સમય ન્યૂન બે આવલિકાના દલિક ને શી રીતે ઉપશમાવે? ઉ પુરૂષવેદની જેમ ઉપશમાવે છે જેમ કે પહેલા સમયે થોડું ઉપશમાવે,
તેનાથી બીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે એમ સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી
જાણવું ૧૬૭. સમય ન્યૂન બે આવલિકાનું દલિક કેવી રીતે સંક્રમાવે ?
પુરૂષ વેદની જેમ યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવે છે જેમ કે પહેલા સમયે થોડું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ ક્રમસર સમય ન્યૂન બે
આવલિકા સુધી જાણવું. ૧૬૮. ઉપશમ, સંક્રમ થતાં સંજ્વલન માનનું શું કાર્ય થાય? ઉ ત્યાર પછી સમયગૂન બે આવલિકા કાળે સંજ્વલન માન ઉપશાંત
થાય છે અર્થાત ઉપશમ પામે છે. ૧૬૯. સંજવલનમાનનું શું વિચ્છેદ થતાં કઈ પ્રકૃતિનું શું કાર્ય થાય? ઉ. સંજ્વલન માનના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે સંજવલન
માયામાંથી બીજી સ્થિતિમાંથી દલિકોને ખેંચી પ્રથમ સ્થિતિવાળુ કરીને વેદે છે તે સમયથી અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય અને સંજવલન
માયા આ ત્રણેયનાં દલિકોને ઉપશમાવવાની શરૂઆત કરે છે. ૧૭૦. સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું કાર્ય થાય?
સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા કાળ બાકી રહે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાનું દલિક સંજ્વલન
માયામાં નાંખતા નથી પણ સંજ્વલન લોભમાં નાંખે છે. ૧૭૧. સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું વિચ્છેદ થાય?