________________
૪૦
કર્મગ્રંથ-૬
૨૪૧.
૨૪૩.
૨૪૦. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ઉ ત્યાર બાદ હજારો પૃથકત્વ સ્થિતિખંડો ગયે છતે જીવ પલ્યોપમના
અસંખ્યાતમા ભાગ પ્રમાણે સ્થિતિવાળો થાય છે. દર્શન મોહનીય ત્રિકમાં શું કાર્ય કરે? ત્યાર બાદ એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણેસ્થિતિ થયા બાદ ત્રણે દર્શન મોહનીય પ્રત્યેક નો એક એક સંખ્યાતમો ભાગ બાકી
રાખી બાકીની સર્વસ્થિતિનો ઘાત કરે છે. ૨૪૨. તે પછી શું કાર્ય કરે? ઉ દર્શન મોહનીયત્રિક પ્રત્યેક નો જે સંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે
તેનો એક સંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીની સર્વ સ્થિતિનો ઘાત કરે છે. તે પછી શું કાર્ય કરે? કયાં સુધી કર્યા કરે? ત્યારબાદ જે સંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે તેમાંથી એક સંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીની સર્વ સ્થિતિનો ઘાત કરે આ રીતે હજારો પૃથકત્વ વાર પ્રક્રિયા કરે છે. હજારો સ્થિતિઘાત કર્યા પછી શું કાર્ય થાય? હજારો સ્થિતિઘાતો કર્યા પછી મિથ્યાત્વ મોહનીયના અસંખ્યાતમા ભાગ ને, સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના સંખ્યામાં ભાગોનો ઘાત કરે છે. તે પછી શું કાર્ય કરે ? ત્યાર બાદ ઘણાં સ્થિતિખંડો કર્યા કરે ત્યારે મિથ્યાત્વનાં દલિકો ઘણાં
ખરાનો નાશ થાય છે. ૨૪૬. ત્રણ દર્શન મોહનીયની સ્થિતિ ત્યાર પછી કેટલી હોય?
આ રીતે હજારો સ્થિતિખંડોનો નાશ થાય ત્યારે મિથ્યાત્વ મોહનીયના દલિકો એક આવલિકા જેટલાં રહે છે તે વખતે સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા
રહે છે. ૨૪૭. સ્થિતિઘાતો કરતા દલિકો શેમાં શેમાં નાંખે ?
૨૪૪.
૨૪૫.
ઉ