________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૩૯
૨૩૩.
ઉં. અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ સત્તાવાળો જીવ હતો તે તેના
ચરમ સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિ સત્તાવાળો થાય છે એ આ
પ્રયત્નનું ફળ છે. ૨૩૨. અપૂર્વકરણ પૂર્ણ થતાં જીવ શું કરે ?
અપૂર્વકરણનો કાળ પૂર્ણ થતાં જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયમાં પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણમાં જીવો શું કરે? ઉ અપૂર્વકરણની જેમ સ્થિતિઘાતાદિ કરે છે. ૨૩૪. અનિવૃત્તિકરણના પહેલા સમયે શું કાર્ય થાય?
અનિવૃત્તિકરણના પહેલા સમયે ત્રણેય દર્શન મોહનીય પ્રકૃતિઓની
દેશોપશમના-નિધ્ધતિ અને નિકાચના વિચ્છેદ પામે છે. ૨૩૫.
અનિવૃત્તિકરણમાં સ્થિતિઘાતાદિ કરતાં કરતાં કેટલા કરે ત્યારે કોના
જેટલી સ્થિતિ સત્તા થાય? ઉ અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ દર્શનત્રિકની સ્થિતિનો
ઘાત કરતાં કરતાં હજારો સ્થિતિ ખંડ થાય ત્યારે અસન્ની પંચેન્દ્રિય જીવના જેટલી સ્થિતિ સત્તાવાળો જીવ થાય છે. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે ચઉરીન્દ્રિય સમાન
સ્થિતિવાળો જીવ થાય છે. ૨૩૭. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ઉ ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે તેઈન્દ્રિય સમાન
સ્થિતિવાળો જીવ થાય છે. ૨૩૮. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય?
ત્યારબાદ હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે જીવ બેઈન્દ્રિય સમાન
સ્થિતિવાળો થાય છે. ૨૩૯. કેટલા સ્થિતિ ખંડો ગયે કોના જેટલી સ્થિતિવાળા થાય?
ત્યાર બાદ હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે જીવ એકેન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય છે.
૨૩૬