Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 122
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૪૯. ઉ સ્થિતિઘાત કરાતા મિથ્યાત્વના દલિકોને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાંખે છે. મિશ્રમોહનીયના દલિકો સમ્યકત્વ મોહનીયમાં નાંખે છે અને સમ્યકત્વ મોહનીયના દલિકો પોતાની વચલી સ્થિતિમાં નાંખે છે. ૨૪૮. મિથ્યાત્વના એક આવલિકા જેટલા દલિકોનું શું કાર્ય થાય? ઉ આવલિકા માત્ર રહેલા મિથ્યાત્વના દલકોને સિબુક સંક્રમ વડે સમ્યક્ત મોહનીયમાં નાંખીને જીવ મિથ્યાત્વની સત્તા રહીત થાય છે. મિથ્યાત્વ મોહનીયનો અંત થતા જીવોને મોહનીય કર્મની સત્તા કેટલી પ્રકૃતિની હોય? મોહનીયની ૨૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય ૨૫૦. આ ત્રેવીશ પ્રકૃતિઓની સત્તા કઈ ગતિમાં હોય? | મોહનીયની ૨૩ની સત્તા નિયમાં મનુષ્યગતિમાં જ હોય છે. ૨૫૧. મિથ્યાત્વનો અંત થતા શું કાર્ય થાય? મિથ્યાત્વ મોહનીયનો અંત થતાં સત્તામાં રહેલ સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીયના દલિકોમાંથી અસંખ્યાત સ્થિતિખંડો કરે તેમાં એક બાકી રાખી બાકીના અસંખ્યાતાનો નાશ કરે છે. રપર. એક ભાગ બાકી રહ્યો તેનું શું કરે ? ઉ એક ભાગ જે અસંખ્યાતમો બાકી છે તેના પણ ફરીથી અસંખ્યાતા સ્થિતિખંડો કરી એક બાકી રાખી બાકીના બધાનો નાશ કરે છે. રપ૩. એક ભાગ બાકી છે તેનું શું કરે? આ રીતે કયાં સુધી કરે? એક ભાગ જે બાકી છે તેના પણ અસંખ્યાતા ભાગો કરી તેમાંથી એક ભાગ બાકી રાખી બાકી બધા સ્થિતિખંડોનો નાશ કરે. આ રીતે મિશ્રમોહનીયના એક આવલિકા જેટલા દલિકો બાકી રહે ત્યાં સુધી કરે છે. ૨૫૪. મિશ્રમોહનીયના દલિકો જેરહયા ત્યારે સમ્યકત્વ મોહનીયની સ્થિતિ કેટલા કાળની હોય?

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144