________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૨૮૦.
બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમવડે કરીને નાંખે છે. ૨૭૮. ગુણસંક્રમવડે નાંખતા કઈ સ્થિતિનો ક્ષય કરે? ઉ ગુણસંક્રમ વડે નાંખતા એક અંતર્મુહૂર્ત નપુંસકવેદની સત્તાનો ક્ષય કરે છે. ૨૭૯. નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી હોય તો કઈ રીતે ક્ષય કરે? ઉ નપુંસકવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય તો છેલ્લું દલિયું ભોગવીને
ક્ષય કરે છે.
નપુંસકવેદે શ્રેણી ન માંડી હોય તો કઈ રીતે ક્ષય કરે? ઉ. નપુંસકવેદ ક્ષપક શ્રેણી પ્રાપ્ત ન કરી હોય તો તે દલિક એક આવલિકા
માત્ર હોય તેને વેદ્યમાન પ્રકૃતિને વિષે સિબુક સંક્રમે કરીને સંક્રમાવે
છે આ રીતે નપુંસકવેદનો ક્ષય કરે. ૨૮૧. નપુંસકવેદના ક્ષયે કેટલી પ્રકૃતિની સત્તાવાળો જીવ થાય? અને ત્યાર
બાદ શું કાર્ય કરે? ૧૧૩ પ્રકૃતિઓની સત્તાવાળો જીવ થાય છે ત્યાર બાદ સ્ત્રીવેદનો ક્ષય
કરવા માટે આરંભ કરે છે. ૨૮૨. સ્ત્રીવેદનો ક્ષય કરવા કઈ રીતે આરંભ કરે ? ઉ સ્ત્રીવેદની ઉપરની સ્થિતિનું દલિયું ઉદ્ઘલન વિધિએ કરીને ક્ષય કરવા
માંડે છે. ૨૮૩. સ્ત્રીવેદના દલિયા કેટલો કાળ વેદી કેટલી સ્થિતિ કરે છે? ઉ ઉદ્વલન વિધિથી કરતાં એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના
અસંખ્યાત્મા ભાગ જેટલી સ્થિતિવાળું કરે છે. એટલી સ્થિતિ થયે પછી શું કાર્ય કરે? પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ કરીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણ સંક્રમ વડે કરી નાંખે છે અને તે રીતે નાંખતા નાંખતા
સ્ત્રીવેદની સત્તાનો ક્ષય કરે છે. ૨૮૫. સ્ત્રીવેદના ક્ષયે જીવો કેટલી પ્રકૃતિની સત્તાવાળા થાય?
૧૧૨ પ્રકૃતિની સત્તાવાળા થાય છે. જ્ઞાના-૫, દર્શના-૬, વેદનીય-૨, મોહનીય-૧૧, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંત-૫ = ૧૧૨
૨૮૪.