Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૪૩ ૨૬૫. ર૬૩. ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કયારે ગણાય? ઉ સંપૂર્ણ દલિક ભોગવીને નાશ થાય ત્યારે સમ્યકત્વ મોહનીયની સત્તા રહિત બને છે આ વખતે જીવને ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ થઈ ગણાય છે. ૨૬૪. કયા કાળમાં વર્તતો જીવ કાળ કરે તો કયાં જઈ શકે? ઉ. કૃત કરણ અધ્ધામાં વર્તતો કોઈપણ જીવ પૂર્વ આયુષ્ય બાંધેલ હોય તો આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને ચારગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. આ ક્ષાયિક સમક્તિી જીવના ભવો કેટલા હોય? ઉ. ત્રણ અથવા ચાર ભવ હોય મતાંતરે પાંચ ભવ પણ હોય છે. ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિના ક્ષયનું વર્ણન ર૬૬. કયા જીવો ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે? ઉ ચરમ શરીરી જીવ, અબધ્ધ આયુષ્ય, વિશુધ્ધ અધ્યવસાય વાળો થાય ત્યારે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે. ક્ષય કરવા કયા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ? આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાર બાદ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ૨૬૮. નવમાં ગુણસ્થાનકની શરૂઆતથી જીવો શું કાર્ય કરે? નવમા ગુણસ્થાનકની શરૂઆતથીજ સત્તામાં રહેલા અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય આઠ કષાયોનાં દલિકોનો ક્ષય કરે છે. નવમાના કેટલા કાળે અપ્રત્યાખ્યાનાદિની સ્થિતિ સત્તા કેટલી રહે? અપ્રત્યાખ્યાનાદિ આઠના દલિકોનો ક્ષય કરતા કરતા નવમા ગુણસ્થાનકની સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આઠ કષાયની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. ૨૭૦. અપ્રત્યાખ્યાનાદિની સ્થિતિ સત્તાએ કેટલી પ્રકૃતિઓનો ક્ષય થાય? કઈ કઈ? જ્યારે અપ્રત્યાખ્યાનાદિ આઠ કષાયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ સત્તા થાય ત્યારે ૧૬ પ્રકૃતિનો ક્ષય થાય છે. ૨૬૭. ૨૬૯. ઉ

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144