________________
૪૬
કર્મગ્રંથ-૬
ઉ.
અલ્પ
૨૮૮.
મોહનીય-૧૧, સંજ્વલન-૪ કષાય-હાસ્યાદિ-૬, પુરૂષવેદ ૨૮૬. એકસો બારની સત્તાવાળો જીવ શું કાર્ય કરે? ઉ વિશુધ્ધિ વડે ચઢતાં હાસ્યાદિ-૬, પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય કરવા
પ્રયત્ન કરે છે. ૨૮૭. હાસ્યાદિ છને કઈ રીતે ક્ષય કરવા પ્રયત્ન કરે ?
અંતરકરણ કરી હાસ્યાદિ ૬ની ઉપરની સ્થિતિનું દલિયું ઉદ્વલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે છે. કેટલા કાળ વેદીને કેટલી સ્થિતિવાળી બનાવે? એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી
સ્થિતિવાળી હાસ્યાદિ-૬ કરે છે. ૨૮૯, હાસ્યાદિ છની ઉપરની સ્થિતિનું દલિયું શેમાં સંક્રમાવે? ઉ તે દલિક પુરૂષવેદને વિષે સંક્રમાવે નહિ પણ સંજ્વલન ક્રોધને વિષે
સંક્રમાવે છે. ર૯૦. કેટલા કાળ સુધી સંક્રમાવે? અને ત્યાર બાદ શું કાર્ય થાય?
એ સંક્રમાવતાં સંક્રમાવતાં એક અંતર્મુહૂર્ત, નોકષાયનું ઉપરનું દલિયું વિશેષપણે ક્ષીણ થયે છતે તેજ સમયે પુરૂષવેદના બંધ-ઉદય-ઉદીરણા નો વિચ્છેદ થાય છે. પુરૂષવેદના દલિકો કેટલા બાકી રહે? જે સમયે બંધ-ઉદય-ઉદીરણાનો (પુરૂષવેદનો) વિચ્છેદ થાય ત્યારે સમય ન્યૂન બે આવલિકાનું દલિક પુરૂષવેદનું બાકી રહે છે. નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર જીવો કયા ક્રમે પ્રકૃતિઓનો ક્ષય કરે? ત્યારે જીવોને બંધાદિ વિચ્છેદ કયારે થાય? પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે છે તે સમયે જ પુરૂષવેદનો બંધ-ઉદય-ઉદીરણા-
વિચ્છેદ થાય છે ત્યાર બાદ અવેદક થયો થકો પુરૂષવેદ અને હાસ્યાદિ ૬ નો એક સાથે ક્ષય કરે છે. ર૩. સ્ત્રીવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર પહેલો કોનો ક્ષય કરે? ઉ નપુંસકવેદનો ક્ષય કરે છે.
૨૯૧.
૨૯૨.