________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૩૧
૧૯૫.
રસહીન કરી કરીને અપૂર્વ સ્પર્ધકો કરે છે આ અશ્વકરણ અધ્ધા (કાળ) કહેવાય છે.
કિટ્ટીકરણ અધ્ધાનું વર્ણન ૧૯૪. કિટ્ટીકરણ અધ્ધામાં જીવ કયારે પ્રવેશ કરે?
અશ્વકરણ અધ્ધાનો કાળ પૂર્ણ થયે જીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે. કિટ્ટીકરણ અધ્ધા કોને કહેવાય? શું કાર્ય જીવો કરે? આ કિટ્ટીકરણ અધ્ધાના કાળમાં પૂર્વસ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી દલિક ગ્રહણ કરીને સમયે સમયે અનંતકિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણાઓ ગ્રહણ કરીને તેને અનંત ગુણ હીનતા
પમાડી મોટા મોટા અંતરે સ્થાપના કરવી તે કિટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. ૧૯૬. કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લા સમયે શું કાર્ય થાય?
અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ સમકાળે ઉપશાંત થાય છે તેજ
સમયે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થાય છે. ૧૯૭. | કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લા સમયે બીજું શું કાર્ય થાય?
તેજ વખતે બાદર સંજ્વલન લોભનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય
છે તેજ વખતે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના કાળનો પણ
વિચ્છેદ થાય છે. ૧૯૮. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓ ઉપશમ થયેલી હોય?
૨૭ પ્રકૃતિઓનો ઉપશમ થયેલો હોય છે. ૧૯૯. સત્તાવીશના ઉપશમ બાદ કયા ગુણસ્થાનકને જીવ પ્રાપ્ત કરે ? ઉ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં જીવ પ્રવેશ કરે છે. ૨૦૦. દશમા ગુણસ્થાનકમાં શું કાર્ય કરે ? ઉ ઉપલી સ્થિતિના દલિકોની કેટલીક કિટ્ટીઓ ખેંચી ખેંચીને તેની પ્રથમ
સ્થિતિ સૂક્ષ્મ સંપરાયના કાળ જેટલી કરી કરીને વેદે છે. ૨૦૧. કયા દલિકોને ઉપશમાવે? ઉ સમયગૂન બે આવલિકામાં બાંધેલ દલિકને ઉપશમાવે છે.