________________
કર્મગ્રંથ-૬
૨૦૨. સૂક્ષ્મ સંપાયના છેલ્લા સમયે શું કાર્ય થાય?
સંજ્વલન લોભ સર્વથા ઉપશમ પામે છે અને તેજ સમયે ૧૬, પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય
૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર, યશનામકર્મ ૨૦૩. બંધ વિચ્છેદ બાદ જીવ કયા ગુણઠાણાને પ્રાપ્ત કરે? તેનો કાળ કેટલો
હોય? ઉ અગ્યારમા ઉપશાંત મોહ વીતરાગ ગુણસ્થાનકને પામે છે તેનો કાળ
જઘન્ય, ૧-સમય ઉત્કૃષ્ટ અને અંતર્મુહૂર્ત હોય છે. ૨૦૪. અગ્યારમા ગુણસ્થાનકે જીવની સ્થિતિ કેવી હોય? ઉ મોહનીય કર્મનો સર્વથા અનુદાય હોવાથી વીતરાગ દશા ગણાય છે
અને ૨૮ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે. ૨૦૫. અગ્યારમાં ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં જીવોની શું સ્થિતિ થાય છે?
કાળપૂર્ણ થતાં આયુષ્ય પૂર્ણ થાય એટલે ભવ ક્ષયે અથવા અધ્ધા
એટલે કાળ ક્ષયે (જે રીતે ચઢયો છે તે રીતે) અવશ્ય પડે છે. ૨૦૬. ભવ ક્ષયે પડનાર જીવ મરીને કયાં જાય? ત્યાં ગુણઠાણું કેટલામું હોય?
ભવ ક્ષયે પડનાર જીવ મરીને નિયમા વૈમાનિક દેવ લોકમાં ઉત્પન્ન
થાય છે ત્યાં જીવોને નિયમા ચોથું ગુણસ્થાનક હોય છે. ૨૦૭. વૈમાનિક દેવલોકમાં શાથી?
ઉપશમણી ત્રણ સંઘયણવાળા જીવો પ્રાપ્ત કરતાં હોવાથી પહેલા સંઘયણવાળા જીવો કાળ કરે તો નિયમ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને તે સિવાયના બે સંઘયણવાળા જીવો કાળ કરે તો
વૈમાનિકમાં ઉત્પન્ન થાય. ૨૦૮. અનુત્તરમાં જવા માટે કયું સંઘયણ જોઈએ? ઉ અનુત્તરમાં ઉત્પન્ન થવા માટે નિયમાં પહેલું સંઘયણ જોઇએ. ૨૦૯. અધ્ધા ક્ષયે પડનાર જીવ કઈ રીતે પડતો પડતો કયાં અટકે?
જે ક્રમે પ્રકૃતિઓને ઉપશમાવતો ઉપશમાવતો ચઢયો છે તેજ ક્રમે નીચે ઉતરતો ઉતરતો પ્રકૃતિઓનાં ઉદય વાળો થાય છે તેમાં કોઈ જીવ છદ્દે
ઉ
ઉ