________________
૩)
કર્મગ્રંથ-૬
૧૮૮.
૧૮૬. ત્રીજી વર્ગણા કોને કહેવાય? ઉ તેના કરતાં એક રસાણ અધિક પરમાણુઓનો જે સમુદાય તે ત્રીજી
વર્ગણા કહેવાય છે. આ ૧૮૭. આવી વર્ગણાઓ કેટલી હોય?
આવી રીતે એક એક રસાણ અધિક પરમાણુઓનાં સમુદાયવાળી વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ અને સિધ્ધના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓ થાય છે માટે અનંતી.
સ્પર્ધક કોને કહેવાય? | અભવ્યથી અનંતગુણ અને સિધ્ધથી અનંતમા ભાગ જેટલી
વર્ગણાઓનો જે સમુદાય થાય તેને સ્પર્ધક કહેવાય છે. ૧૮૯. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કઈ રીતે થાય?
પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના રસાણુઓ કરતા આગળ ઉત્તરોત્તર એક રસાણુઓવાળા પરમાણુઓ ન હોવાથી તે રીતે વર્ગણા બનતી નથી. પરંતુ સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુઓવાળા પરમાણુઓ હોય છે તેવા રસવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની
પહેલી વર્ગણા કહેવાય છે. ૧૯૦. આ રીતે બીજા સ્પર્ધકની વર્ગણાઓ કેટલી હોય? ઉ એક એક રસાણુઓ અધિકવાળી વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ
અને સિધ્ધના અનંતમા ભાગ જેટલી હોય છે. ૧૯૧. આવા રસસ્પર્ધકો કેટલા હોય?
આવા અનંતી અવંતી વર્ગણાના સમુદાય રૂપ અનંતા સ્પર્ધકો હોય છે. તે પણ અભવ્યથી અનંતગુણ અને સિધ્ધથી અનંતમા ભાગ જેટલા
ગણાય છે. ૧૯૨. આવા સ્પર્ધકો જીવે કેટલા ગ્રહણ કર્યા છે? તેને શું કહેવાય? ઉ આવા સ્પર્ધકો જીવે અનંતા ગ્રહણ કરેલા માટે તેને પૂર્વ સ્પર્ધકો કહેવાય છે. ૧૩. પૂર્વ સ્પર્ધકોમાંથી શું કાર્ય કરે? ઉ આ પૂર્વ સ્પર્ધકો મધ્યેથી સમયે સમયે દલિકો ગ્રહણ કરી અને અત્યંત