________________
કર્મગ્રંથ-૬
૧૭૨.
સજ્વલન માયાની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે.
સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું કાર્ય થાય? ઉ. એક આવલિકા બાકી રહે ત્યારે સંજ્વલન માયાનો બંધ-ઉદય-ઉદીરણા
વિચ્છેદ થાય છે. ૧૭૩. સંજ્વલન માયાનો બંધાદિ વિચ્છેદ થતાં શું કાર્ય થાય? ઉ. તેજ સમયે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માયા એટલે આ બન્ને
પ્રકૃતિઓ ઉપશમ પામે છે. ૧૭૪. અપ્રત્યાખ્યાનાદિ માયાનો ઉપશમ થતાં શું કાર્ય થાય?
ઉપશાંત થતાં સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ ગત એક આવલિકા અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ બીજી સ્થિતિગત દલિક છોડીને બાકીનું સર્વ ઉપશાંત થાય છે.
સંજ્વલન માયાના પ્રથમ સ્થિતિગત દલિકને શી રીતે સંક્રમાવે ? ઉ. પ્રથમ સ્થિતિગત એક આવલિકાના દલિકને સિબુક સંક્રમવડે
સંજ્વલન લોભમાં (પર પ્રકૃતિમાં) નાંખે છે. ૧૭૬. સંજ્વલન માયાના બે આવલિકામાં બાંધેલ દલિકને શી રીતે ઉપશમાવે
૧૭૫.
સમય ન્યૂન બે આવલિકામાં રહેલ દલિકને યથાપ્રવૃત્ત સંક્રમ વડે ઉપશમાવે છે. અર્થાત પુરૂષવેદની જેમ ઉપશમાવે છે તે આ રીતે. પહેલા સમયે થોડું ઉપશમાવે, તેનાથી બીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે છે એમ ક્રમસર
સમય ન્યૂન બે આવલિકા સુધી જાણવું. ૧૭૭.
સંજવલન માયાના સમય ન્યૂન બે આવલિકાના દલિકોને કઈ રીતે સંક્રમાવે ? તે આ રીતે, પહેલા સમયે ઘણું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ
ક્રમસર સમય ન્યૂન બે આવલિકા સુધી જાણવું. ૧૭૮. સંજ્વલન માયાનો ઉપશમ કયારે થાય?
ઉ