________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૨૫
ત્યારે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધનું દલિક સંજ્વલન ક્રોધમાં
ન નાંખતા સંજ્વલન માન આદિ કષાયમાં નાંખે છે. ૧૫૦. સંજ્વલન ક્રોધની બે આવલિકા કાળ બાકી રહેતા શું વિચ્છેદ થાય? ઉ બે આવલિકા કાળ બાકી રહે આગાલ વિચ્છેદ થાય છે. ૧૫૧. સંજવલન ક્રોધની એક આવલિકા બાકી રહે ત્યારે શું કાર્ય થાય? ઉ. એક આવલિકા કાળ બાકી રહે ત્યારે સંજ્વલન ક્રોધના બંધ-ઉદય
ઉદીરણાનો વિચ્છેદ થાય છે અને તેજ વખતે અપ્રત્યાખ્યાનીય ક્રોધ
તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય છે. ૧૫૨. અપ્રત્યાખ્યાનાદિ બેનો ઉપશમ થતાં કેટલી પ્રકૃતિનો ઉપશમ ગણાય? ઉ ૧૮ પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે દર્શન મોહનીય-૩,
અનંતાનુબંધિ-૪, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ,
અપ્રત્યાખ્યાનીય ક્રોધ તથા પ્રત્યાખ્યાનીય ક્રોધ. ૧૫૩. અપ્રત્યાખ્યાનાદિ બે ક્રોધનો ઉપશમ થાય ત્યારે સંજ્વલન ક્રોધનું કેટલું
દલિક ઉપશમ પામેલું હોય? તથા બાકી હોય? અપ્રત્યાખ્યાનાદિ બે નો ઉપશમ તથા સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિની એક આવલીકા અને સમય ન્યુન બે આવલિકા કાળે બાંધેલ ઉપરની
સ્થિતિનું દલીક વર્જી બાકીનું બધુ એટલે સઘળું ઉપશમ થયેલું હોય છે. ૧૫૪. ત્યારબાદ પહેલી સ્થિતિમાં રહેલ દલિક શી રીતે શેમાં નાંખે?
પ્રથમ સ્થિતિમાં રહેલ એક આવલિકા દલિકને સ્તિબુક સંક્રમવડે
સંજ્વલન માનને વિષે નાંખે છે. ૧૫૫. સમય ન્યૂન બે આવલિકાના દલિકનું શું કાર્ય થાય? ઉ તે દલિતોને પુરૂષવેદની જેમ ઉપશમાવે છે જેમકે પહેલા સમયે થોડું,
બીજા સમયે અસંખ્ય ગુણ અધિક એમ સમય ન્યૂન બેઆવલિકા સુધી
જાણવું. ૧૫૬. સંજવલન ક્રોધ નું દલિક પરપ્રકૃતિમાં શી રીતે સંક્રમાવે?
યથાપ્રવૃત્ત સંક્રમવડે પર પ્રકૃતિમાં દલિતોને સંક્રમાવે છે તે આ રીતે પહેલા સમયે ઘણું સંક્રમાવે, બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, બે આવલિકાના છેલ્લા સમય સુધી જાણવું
ઉ
ઉ