________________
કર્મગ્રંથ-૬
ઉ
આગાલ વિચ્છેદ થતાં હાસ્યાદિ-છનું દલિક પુરૂષવેદમાં નાંખે નહિ
પણ સંજ્વલન ક્રોધાદિને વિષે નાખે છે. ૧૪૩. હાસ્યાદિ-છનાં ઉપશમ પછી પુરૂષવેદની ઉપશમના કયારે થાય? ઉ હાસ્યાદિ-છ ઉપશમાવ્યા પછી એક સમય ન્યૂન બે આવલિકા કાળે
પુરૂષવેદ સંપૂર્ણ ઉપશમાવે છે. ૧૪૪. પુરૂષવેદનો ઉપશમ કઈ રીતે થાય? ઉ પહેલા સમયે પુરૂષવેદના દલિક થોડા ઉપશમે, તેનાથી બીજા સમયે
પુરૂષવેદના દલિક અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ત્રીજા સમયે પુરૂષવેદના દલિક અસંખ્ય ગુણ ઉપશમે એમ બે આવલિકાના છેલ્લા
સમય સુધી ઉપશમાવે છે. ૧૪૫. પુરૂષવેદનું દલિક બીજી પ્રકૃતિમાં સંક્રમ કેટલા કાળ સુધી કયા સંક્રમથી
હોય? ઉ બે સમય ન્યૂન બેઆવલિકા સુધી યથાપ્રવૃત્ત સંક્રમ વડે બીજી પ્રકૃતિને
વિષે દલિકોનો સંક્રમ કરે છે. યથાપ્રવૃત્ત સંક્રમમાં કઈ રીતે સંક્રમાવે? પહેલા સમયે ઘણું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ચોથા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ બે આવલિકાના છેલ્લા સમય સુધી સંક્રમ
થતું જાણવું ૧૪૭. આ ક્રમથી પુરૂષવેદ ઉપશમ પામે ત્યારે કેટલી પ્રકૃતિનો ઉપશમ ગણાય? ઉ પુરૂષવેદનો ઉપશમ થાય ત્યારે ૧૬ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી.
(દર્શન મોહનીય-૩, અનંતાનુબંધિ-૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ) ૧૪૮. હાસ્યાદિ-છનો ઉપશમ થતાં શું કાર્ય થાય? ઉ હાસ્યાદિ-છનો ઉપશમ થાય તે સમયે પુરૂષવેદની પહેલી સ્થિતિ ક્ષણ
થયેલી હોય છે ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને
સંજવલન ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવવા માટેની શરૂઆત કરે છે. ૧૪૯. સંજ્વલન ક્રોધનો કેટલો કાળ બાકી રહેતા શું કાર્ય થાય? ઉ સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા બાકી રહે
૧. ૪૬.