________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
21
બીજા સમયે હાસ્યાદિ-છનાં દલિકો અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ત્રીજા સમયે હાસ્યાદિ-છનાં દલિતો અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ચોથા સમયે હાસ્યાદિ-છનાં દલિકો અસંખ્યગુણ ઉપશમે છે. આ
રીતે ટ્વિચરમ સમય સુધી જાણવું ૧૩૬. હાસ્યાદિ છનાં દલિકો પરપ્રકૃતિમાં કેટલા કેટલા નાંખે ? ઉ ઉપશમ થતા દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકો
બ્લિચરમ સમય સુધી પરપ્રકૃતિમાં (બીજી પ્રકૃતિમાં) નાંખે છે. ૧૩૭. હાસ્યાદિ છે છેલ્લા સમયે ઉપશમ તથા પરપ્રકૃતિમાં પ્રક્ષેપ કઈ રીતે
હોય? ઉ
છેલ્લા સમયે હાસ્યાદિ છનાં દલિકોનો જે પરપ્રકૃતિમાં સંક્રમ થાય
તેની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાત ગુણ અધિક હોય છે. ૧૩૮. ઉપશમ તથા સંક્રમણ હાસ્યાદિ છનાં દલિકોનું તાત્પયાર્થ શું સમજવું?
બ્લિચરમ સમય સુધી જે દલિકો ઉપશમાવે છે તેના કરતાં અસંખ્યગુણ અધિક દલિકો પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. જ્યારે છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમ થાય છે તેના કરતાં સંખ્યાત
ગુણ અધિક દલિકો ઉપશમ પામે છે. ૧૩૯. આ રીતે અનિવૃત્તિકરણ ગુણઠાણે કુલ કેટલી પ્રકૃતિનો ઉપશમ થયેલો
હોય? ઉ ૧૫ પ્રકૃતિઓ જાણવી દર્શનત્રિક, અનંતાનુબંધિ-૪ કષાય, હાસ્યાદિ
૬, સ્ત્રીવેદ, નપુંસકવેદ. ૧૪૦. આ પંદરનો ઉપશમ થયે શું પ્રક્રિયા થાય? ઉ પંદરના ઉપશમ વખતે એટલે હાસ્યાદિ-૬ના ઉપશમ થયે એજ વખતે
પુરૂષ વેદનો બંધ ઉદય અને ઉદીરણા વિચ્છેદ થાય છે. તથા તેની પહેલી સ્થિતિનો પણ ઘણો ખરો ભાગ વિચ્છેદ પામે છે. પુરૂષવેદની પહેલી સ્થિતિની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે શું
વિચ્છેદ પામે ? ઉ બે આવલિકા કાળ બાકી રહે એટલે આગાલ વિચ્છેદ થાય છે. ૧૪૨. આગાલ વિચ્છેદ થતાં હાસ્યાદિ-છનું દલિક શેમાં નાંખે?
૧૪૧.