________________
૨૦
૧૧૬.
ઉ.
૧૧૭.
ઉ
૧૧૮.
ઉ
૧૧૯.
.
૧૨૦.
ઉ
૧૨૧.
ઉ.
૧૨૨.
૯.
કર્મગ્રંથ-૬
અંતરકરણ સંબંધી દલિકોનો પ્રક્ષેપ વિધિ વર્ણન
જે કર્મનો બંધ ઉદય સાથે હોય તેમના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો બંધ અને ઉદય એક સાથે હોય (વર્તતા હોય) એ કર્મના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ બન્નેમાં નાંખે છે.
બંધ ઉદય સાથે વાળી પ્રકૃતિનો દાખલો કયો જાણવો ? જેમ કે પુરૂષવેદના ઉદયે ઉપમશશ્રેણી પ્રાપ્ત કરનાર જીવોને પુરૂષવેદનો બંધ અને ઉદય બન્ને હોવાથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિમાં નાંખે છે.
જે કર્મનો ઉદય જ હોય બંધ ન હોય તેના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો એકલો ઉદય જ હોય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાંજ નાંખે છે પણ બીજી સ્થિતિમાં નાંખતા નથી
ઉદય જ હોય બંધ ન હોય તેમાં કઈ પ્રકૃતિ જાણવી ? જેમ કે સ્ત્રીવેદના ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને સ્ત્રીવેદનો ઉદય જ હોય છે પણ બંધ હોતો નથી તે કારણથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાં નાંખે છે.
જે કર્મનો બંધ હોય ઉદય ન હોય તેના દલિકો શેમાં નંખાય ? જે કર્મનો ઉદય નથી પણ ફક્ત બંધ જ છે તેના અંતરકરણ સંબંધી દલિકો બીજી સ્થિતિમાં જ નાંખે પણ પહેલી સ્થિતિમાં નાંખતો નથી.
બંધ હોય, ઉદય ન હોય તે કઈ પ્રકૃતિઓ હોય ?
જેમકે સંજવલન ક્રોધ ઉદય ઉપશમ પ્રાપ્ત કરનાર જીવોને બાકીના ત્રણ કષાયો (માન-માયા-લોભ) ઉદય વિના બંધ હોવાથી તેના અંતરકરણના દલિકોને બીજી સ્થિતિમાં નાંખે છે.
જેનો બંધ ઉદય ન હોય તેના દલિકો કઈ પ્રકૃતિમાં નંખાય ? જે પ્રકૃતિઓનો બંધ અનેઉદય નથી તેના અંતરકરણના દલિકો તેની પછીની (બીજી) પ્રકૃતિમાં નાંખે છે.