________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૧૯
ઉ.
સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદય કાળ સંખ્યાત ગુણો હોય છે. તેનાથી સંજ્વલન ક્રોધનો ઉદય કાળ વિશેષાધિક, તેનાથી સંજ્વલન માનનો ઉદય કાળ વિશેષાધિક, તેનાથી સંજ્વલન માયાનો ઉદય કાળ
વિશેષાધિક, તેનાથી સંજ્વલન લોભનો ઉદય કાળ વિશેષાધિક હોય છે. ૧૧૦. સંજ્વલન ક્રોધનો ઉદય ઉપશમ શ્રેણીવાળા જીવોને કયાં સુધી રહે?
સંજ્વલન ક્રોધે ઉપશમ શ્રેણી શરૂ કરનારને અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય ક્રોધ, આ બન્નેનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન
ક્રોધનો ઉદય હોય છે. ૧૧૧. સંજ્વલનમાનના ઉદયે ઉપશમશ્રેણી વાળાને તેનો ઉદય કયાં સુધી
રહે? સંજવલન માને ઉપશમશ્રેણી શરૂ કરે તેને અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય બન્ને માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલનમાનનો
ઉદય હોય છે. ૧૧૨. સંજ્વલન માયા વાળા જીવોને તેનો ઉદય કયાં સુધી હોય?
સંજ્વલન માયાથી ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને અપ્રત્યાખ્યાનીય માયા-પ્રત્યાખ્યાની માયા ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન
માયાનો ઉદય હોય છે. ૧૧૩.
સંજ્વલન લોભ વાળા જીવોને તેનો ઉદય કયાં સુધી હોય? ઉ સંજવલન લોભથી ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને અપ્રત્યાખ્યાનીય
લોભ-પ્રત્યાખ્યાનીય લોભ ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન બાદર
લાભનો ઉદય હોય છે. ૧૧૪. આ રીતે થતાં પ્રકૃતિનાં દલિતોની સ્થિતિ કેવા પ્રકારની હોય? ઉ અંતરકરણના ઉપરના ભાગોની અપેક્ષાએ સમ (સરખા) અને નીચેના
ભાગોની અપેક્ષાએ વિષમ હોય છે. ૧૧૫. અત્રે સ્થિતિખંડ-સ્થિતિબંધનો પ્રારંભ અંત કયારે હોય? ઉ જેટલા કાળે સ્થિતિ ખંડનો ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે
એટલા કાળે અંતરકરણ પણ કરે આ ત્રણેય એક સાથે આરંભે અને એક સાથે જ પૂર્ણ કરે છે.
ઉ